ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયકનો વિરોધ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની એક જ માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોને કાયમી ધોરણે રાખવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહી. રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પાલનપુર બ્રિજ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી એક ટ્વિટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું છે કે #GujaratModel is a myth.
જ્ઞાન સહાયક રદ્દ કરાવા ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન
ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. શાળામાં ભણાવતા શિક્ષકોની જ નોકરી જો કાયમી નહીં હોય, શિક્ષકોનું ભવિષ્ય જ જો સ્થિર નહીં હોય તો તે દેશના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક રદ્દ કરવામા આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.
???? સમાજે જ હવે આ #શિક્ષણ વ્યવસ્થા બચવવા આગળ આવું પડશે.
???? દરેક સમાજમાં #ગરીબ, #મધ્યમવર્ગના બાળકો હોઈ છે દરેક આ બાબત વિચારી આવા શિક્ષણનું #ખાનગીકરણ / પ્રાઇવેટીકરણ કરતો #કાળો_કાનૂન (#જ્ઞાન_સહાયક) રદ કરાવવા મદદ કરવી જોઈએ. ????????
???? માટે #બાળકો ના સારા #ભવિષ્ય માટે દરેક #સમાજ એ… pic.twitter.com/Nqfd2KK9Td
— Yuvrajsinh Jadeja (@YAJadeja) October 23, 2023
ગુજરાત કોંગ્રેસે ગુજરાત મોડલને લઈ સરકાર પર કર્યા પ્રહાર
???? સમાજે જ હવે આ #શિક્ષણ વ્યવસ્થા બચવવા આગળ આવું પડશે.
???? દરેક સમાજમાં #ગરીબ, #મધ્યમવર્ગના બાળકો હોઈ છે દરેક આ બાબત વિચારી આવા શિક્ષણનું #ખાનગીકરણ / પ્રાઇવેટીકરણ કરતો #કાળો_કાનૂન (#જ્ઞાન_સહાયક) રદ કરાવવા મદદ કરવી જોઈએ. ????????
???? માટે #બાળકો ના સારા #ભવિષ્ય માટે દરેક #સમાજ એ… pic.twitter.com/Nqfd2KK9Td
જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સમર્થનમાં આવીને કોંગ્રેસે શિક્ષણ બચાવ રેલીનું આયોજન કર્યું હતું તો આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે સમાજને આગળ આવવા આહ્વાહન કર્યું હતું, ત્યારે પાલનપુર બ્રિજ દુર્ઘટના અને કામયી શિક્ષકોને એક સાથે કોંગ્રેસે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે #GujaratModel is a myth. આપણે સૌ તો જાણીએ જ છીએ કે ગુજરાત મોડેલ એક ભ્રમ છે. હવે આ ભ્રમ કડાકાભૂસ થઈ રહ્યો છે. એવું તે કેવું મોડેલ કે કાયમી શિક્ષકો પણ ન હોય?