કેમ C R પાટિલ એ કેમ એવું કહ્યું આ ભાજપ છે કોંગ્રેસ નહીં?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 18:43:47


ભાજપએ હવે  ઉમેદવારોની પસંદગીને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે દાવેદારોની નારાજગી અંગે પાટીલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નહીં . પાટીલે કહ્યું કે ઉમેદવારોમાં ઘટાડો થાય તે અમારી માટે ચિંતાનો વિષય છે. ભાજપની જીતવાની શક્યતાઓ છે તેના કારણે સ્વાભાવિક પણે ઉમેદવારો વધુ સંખ્યામાં આવે તે તેમનો અધિકાર છે. તે આવવા જ જોઈએ. તે અમારા માટે પોઝિટિવ નિશાની છે.


કેમ C R પાટિલ એ કેમ એવું કહ્યું આ ભાજપ છે કોંગ્રેસ નહીં 


સી આર પાટીલને ઉમેદવારોની નારાજગી અંગે પૂછતાં તેમણે કહ્યું કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નથી. ભાજપ સરકાર ફરી એકવાર આવશે. આ વખતે ભાજપ પાર્ટી રેકોર્ડ સ્થાપવા લડી રહી છે. આ વખત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતીશું. 2022માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે જીતે તેવો આજે સંકલ્પ લેવાનો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે ખાલી વચન આપતી નથી જે કહે છે એ વચન પૂર્ણ કરે છે.


ભાજપની સેન્સ પ્રક્રિયા !!!

આજે સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ થઈ ગયો છે કાલે છેલ્લો દિવસ છે નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...