કેમ BJPના નેતાઓ અને MLAએ CMને પત્ર લખવાનો વારો આવ્યો? કેમ તંત્ર સામે એક્શનની વાત નેતાઓ કરે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-17 16:54:20

એક સમય એવું માનવામાં આવતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો પક્ષ સામે સવાલ ના કરી શકે..! પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક પત્રો ધારાસભ્યો, ઉમેદવારો દ્વારા લખવામાં આવી રહ્યા છે પોતાની જ પાર્ટીને, રાજ્યની સત્તાધારી પાર્ટીને, રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવી રહ્યા છે... ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતધારી પક્ષ છે પણ આજ કાલ ભાજપના નેતાઓના પત્ર ખૂબ ચર્ચામાં છે પહેલા જુનાગઢના ધારાસભ્યએ પત્ર લખ્યો પછી અમરેલી લોકસભાના ઉમેદવારે પત્ર લખ્યો કુમાર કાનાણીએ પત્ર લખ્યો..

ભાજપના નેતાઓ સીએમને લખી રહ્યા છે પત્ર 

છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચર્ચામાં છે.. અનેક નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે... આ બધા વચ્ચે ભાજપના નેતાઑ મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે.. અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવી ફરિયાદ જાણે તે સીએમને કરતા હોય તેવું લાગી રહ્યું છે. કેમ વિકાસની વાત કરતાં પક્ષના નેતાઓ તંત્ર સામે ખિજાયા છે...! 


પહેલા કુમાર કાનાણી, પછી જૂનાગઢના ધારાસભ્ય અને પછી.. 

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.. સવાલ સૌથી પહેલાએ થાય કે ભાજપના નેતાઓને કેમ પક્ષ અને સત્તાને સવાલ કરવાનો કે વિનંતી કરવાનો વારો આવ્યો છે? ત્રણેય પત્રમાં ઘટનાઓ અલગ અલગ છે.. 


નુકસાની અંગે સર્વે કરાવા કરી વિનંતી

પહેલા પત્ર વિશે વાત કરી તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન જતા ભરત સુતરીયાએ સીએમને પત્ર લખ્યો છે. બાબરા પીજીવીસીએલમાં જિનિંગ મિલ જીઆઇડીસીમાં નુકસાન જતા રજુઆત કરવામાં આવીછે. ભરત સુતરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરી નુકસાની અંગે સર્વે કરી સહાય આપવા માટેની રજુઆત કરી છે. 


સંજય કોરડીયાએ પણ લખ્યો મુખ્યમંત્રીને પત્ર 

બીજી બાજુ એમએલએ સંજય કોરડીયાએ પણ  મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્ર લખીને કહ્યું છે કે સાહેબ તંત્ર સામે પગલાં લો... ધારાસભ્ય સંજય કોરડીયાએ પત્રમાં લખ્યું છે કે જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યાં હતાં અને કૃત્રિમ પૂર હોનારતની પરિસ્થિતી ઊભી થઈ હતી. એને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 


ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ જતા લખ્યો હતો પત્ર 

હવે વાત કરીએ કુમાર કાનાણીની... કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખીને આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આવકનો દાખલો લેવા માટે મોટી લાઈનો લાગતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જે બાદ તેમણે આ પત્ર લખ્યો છે. મહત્વનું છે કે એક મહિના પહેલા જ સુરતમાં વિવિધ જગ્યાએથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ થયા હતા. જે બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. 



કડક કાર્યવાહી થાય તે માટે લખવો પડી રહ્યો છે સીએમને પત્ર

હવે આ ત્રણેય નેતાઓની વાત કરીએ તો એ સરસ કામ કરી રહ્યા છે ભાજપમાં છે અને પદ પર છે તો લોકોના કામ માટે અવાજ ઉઠાવે છે. પણ આ પત્રો અને ઘટનાઓ જોતાં એક સવાલ એ પણ થાય કે શું અધિકારીઓ ધારાસભ્ય અને ભાજપના નેતાઓનું માનતા નથી? ધારાસભ્ય કક્ષાના માણસે પણ મુખ્યમંત્રીને પત્ર લખી અને કડક કાર્યવાહી અને તંત્ર સામે એક્શન લેવા કહેવું પડે તે નવાઈની વાત લાગે... મોટા ભાગે બધાને એવું લાગે કે વિપક્ષના નેતાઓ જ પત્ર લખીને કમ્પલેન કરે પણ અહિયાં તો સત્તા પક્ષના નેતા પણ પત્ર લખે છે એક્શન માટે...સવાલ એ પણ થાય કે જો અધિકારીઓ ધારાસભ્યોનું, નેતાઓનું નથી માનતા તો સામાન્ય માણસની તો વાત જ ના થાય... તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?