AAP ગુજરાતે શા માટે લખ્યું કે ચૂંટણી પૂર્ણ થતા જ સરકારે પોતાનો અસલી રંગ બતાવી દીધો! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-02 17:06:32

30 નવેમ્બરે પાંચ ચૂંટણી માટે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું. આવતી કાલે ચાર રાજ્યોનું પરિણામ જાહેર થવાનું છે. મિઝોરમ માટેનું પરિણામ સોમવારે આવવાનું છે. હજી પરિણામ આવવાનું બાકી છે એ પહેલા જ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝિંકાયો હતો. 21 રુપિયાનો વધારો એક જ દિવસમાં થઈ ગયો. ચૂંટણી પૂર્ણ થવાના બીજા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારા બાદ સરકાર પર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમજ કોંગ્રેસ દ્વારા આને લઈ ટ્વિટ કર્યું છે.


ભાવ વધારાને લઈ કોંગ્રેસ અને આપે સરકાર પર કર્યા પ્રહાર  

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યું કે ચૂંટણી ખતમ થતાં જ જનતા પર મોંઘવારીનો ચાબુક ચાલવા લાગ્યો. 19 કિલો વાળા કોમર્શિયલ ગૈસ સિલિંડર મોંઘા થયા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ લખ્યું કે મોદીજીએ તો મોયે મોયે કરી દીધી. તે ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ આને લઈ ટ્વિટ કર્યું છે. આપ ગુજરાતે લખ્યું કે ચૂંટણી ખતમ થતાં જ લૂંટેરી ભાજપ સરકારે એલપીજી ગેસનો ભાવ વધારીને પોતાનો અસલી રંગ બતાવી દીધો.  


ગુજરાત આપે પણ કર્યું ટ્વિટ

ઉલ્લેખનિય છે કે ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતો હોય છે. મોંઘવારી થોડાક અંશે કાબુમાં રહેતી હોય છે. જીવન જરૂરી વસ્તુમાં તોતિંગ ભાવ વધારો નથી કરવામાં આવતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો ઝિંકાયો છે જેની અસર સામાન્ય માણસને થતી હોય છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...