દ્વારકાધીશ મંદિર પર કેમ ફરકી રહી છે બે ધ્વજા? દ્વારકા પહોંચ્યા હર્ષ સંઘવી! ધારાસભ્ય પબુભા માણેકે ગળામાં શ્રદ્ધાથી પહેરાતા ખેસથી પહેલા હાથ અને પછી નાક લૂછ્યું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 17:24:46

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના મંત્રીઓને અલગ અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ તેઓ દ્વારકા પહોંચી ગયા છે. જખૌ બંદર આસપાસ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ત્યારે 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા અપીલ કરી છે. વાવાઝોડાને કારણે પવન તેજગતિએ વહી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજા ફરકી રહી છે કારણ કે ભારે પવનને કારણે સવારે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચઢી ન હતી. જેથી હાલ બે ધ્વજાઓ ફરકી રહી છે. એવી પણ માન્યતા છે કે બે ધ્વજા ચઢાવવાથી સંકટ ટળી જાય છે.

   

નાક લૂછતાં ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો!

દ્વારકા પહોંચેલા હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. તે સમય દરમિયાન પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેક ખેસથી નાક સાફ કરી રહ્યા છે. ન માત્ર નાક પરંતુ વારાફતી ખેસ શરીર પર ફેરવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેસ પ્રસાદી તરીકે તેમને આપવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે તેની ઉપર દ્વારકાધીશ મંદિરની પ્રિન્ટ પણ છે. આપણે સમજીએ છીએ કે દરિયાકિનારે ગરમી અને ભેજ વધારે હોવાથી ધારાસભ્યને તકલીફ પડી શકતી હોય પરંતુ એનો અર્થ એ નથી થતો કે હાથમાં જે કપડું હોય તેનાથી તમે નાક સાફ કરો. 

 

જો કોઈ બીજા પક્ષના નેતાએ આમ કર્યું હોત તો? 

ત્યારે આ વીડિયો જોઈને એક પ્રશ્ન થાય કે આની જગ્યાએ બીજા કોઈ પક્ષના નેતા હોત તો એ વાતને આટલી સરળતાથી લેવાતી?શું બીજા કોઈ પક્ષના નેતા હોત તો એમને ધર્મ વિરોધી ના ચીતરી દેવતા? પબુભા માણેકે આ અજાણતામાં કર્યું હોય શકે. અને દ્વારિકાના નાથને આવી નાની નાની વાતો અસર નથી કરતી. એ તો કરુણા અને પ્રેમનો સાગર છે. પણ રાજનેતાઓએ આ ઘટના પરથી યાદ રાખવું જોઈએ કે કોઈની પણ સાથે થતી આવી ઘટનાઓને ધર્મ કે શ્રદ્ધા વિરોધી સાબિત કરવાની હરીફાઈમાં ના ઉતરી જવું જોઈએ. આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સફળતા પુર્વક પૂર્ણ થાય.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?