Indiaનાં જ નહિ વિશ્વભરનાં ખેડૂતો કેમ આંદોલન કરી રહ્યા છે? દેશ બદલાય છે પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ નથી બદલાતી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-24 09:22:28

દેશના ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા છે. પોતાની માગને લઈ ખેડૂતો રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. દિલ્હી તરફ ખેડૂતો કૂચ કરી રહ્યા છે. સામાન્ય રીતે એવું લાગતું હોય છે કે ભારત દેશના ખેડૂતો આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરે છે પરંતુ ના.. વિશ્વભરના ખેડૂતો પોતાની માગ માટે રસ્તા પર ઉતર્યા છે. ભારતમાં અત્યારે પોતાના હક માટે "જગતનો તાત" લડી રહ્યો છે. અને આવી જ સ્થિતિ વિશ્વના બીજા દેશોમાં પણ છે. ખેડૂતો માટે  દેશ બદલાય પણ ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં છે 

ક્યાં ક્યાં ખેડૂતોએ કર્યા છે આંદોલન?

અત્યારે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને જોઈએ તો ખ્યાલ આવે કે છેલ્લા એક વર્ષમાં વિશ્વના 65 દેશોના ખેડૂતોએ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો છે અને સેના માટે તો પોતાના હક માટે ભારતમાં જેમ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેવી જ રીતે વિશ્વના બીજા દેશોના ખેડૂતો કૃષિ ક્ષેત્રના કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારત સિવાય યુરોપ,અમેરિકા,આફ્રિકા ખંડમાં પણ ખેડૂતો આવીજ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સૌથી ભયાનક વાત તો એ છે કે દક્ષિણ અમેરિકામાં છેલ્લા 1 વર્ષમાં 67 ટકા ખેડૂતો કોઇની કોઈ માંગણીઓ માટે રસ્તા પર ઉતર્યા છે એક મહિના પહેલા યુરોપના સૌથી મોટા દેશો પૈકીના એક જર્મનીમાં પણ ખેડૂતોએ ભારતના ખેડૂતો જેવુ આંદોલન શરુ કર્યુ હતું જેમાં જર્મનીમાં ખેડૂતોને મળતી સબસિડીમાં સરકારે કાપ મુકયા બાદ મોટા પાયે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા આકરી ઠંડી વચ્ચે જર્મનીના તમામ 16 રાજ્યોમાં ખેડૂતો રસ્તા પરથી હટવા તૈયાર ન હતા.



આ મુદ્દાઓને લઈ વિશ્વભરના ખેડૂતો કરી રહ્યા છે આંદોલન!

જો ખેડૂતોના પ્રશ્નની વાત કરીએ તો ડિઝલ પર સબસિડી,પોષણક્ષમ ભાવો,પાકના નુકશાન બદલ યોગ્ય વળતર,પોતાની ઉપજના પૂરતા ભાવ ના મળવા,ખેડૂતને મળતા રાહતપેકેજ. આવા મુદ્દાઑ સાથે વિશ્વના ખેડૂતો અલગ અલગ જગ્યાએ પોટેસ્ટ કરી રહ્યા છે યુરોપમાં (24દેશો), આફ્રિકામાં (12 દેશો),એશિયા (11દેશો) ઉતર અને દક્ષિણ અમેરિકા માં આઠ-આઠ દેશો અને ઓસ્ટ્રેલિયામાં (2દેશો) માં ખેડૂતો અત્યાર સુધીમાં આંદોલન કરી ચૂક્યા છે મધ્ય અમેરિકામાં મેક્સિકોના ખેડૂતો સૌથી વધારે નારાજ છે ત્યાં માંકઈ અને ઘઉના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નારાજ હતા. 


પોતાની માગ સાથે ખેડૂતો ફરી એક વાર રસ્તા પર ઉતર્યા છે!

આપણાં દેશની વાત કરીએ તો ભારતમાં પણ પોતાની માંગણીઓ માટે બીજીવાર ખેડૂતો રસ્તા પર આવ્યા  છે. જેમાં મુખ્ય મુદ્દો દરવખતે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) રહ્યો છે.જ્યારે બજારમાં પોતાની ઉપજના ખેડૂતોને પૂરતા ભાવ ના મળે ત્યારે સરકાર ટેકાના ભાવથી ખરીદી કરે છે. પણ ખેડૂતોની એવી માંગ છે કે એમએસપી કાયદો બને. આ માંગ સાથે પંજાબના ખેડૂતોએ શંભુ અને ખનૌરી બોર્ડરથી દિલ્હી જવાની કૂચ કરી હતી જે હાલ 2 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. બે દિવસ પહેલા જ ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવા ખેડૂતના મોતનાં સમાચાર આવ્યા હતા ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં 52 ખેડૂતો અને 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા એવી વાત પણ સામે આવી રહી છે.


દિલ્હીથી અનેક કિલોમીટર દૂર છે ખેડૂતો પરંતુ... 

હજુ દિલ્હી ખેડૂતો પહોંચે એ પહેલાજ તમામ બોર્ડર પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાથે જ ત્યાં એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે જેનાથી દિલ્હીના લોકોને તકલીફ પડી રહી છે હજુ ખેડૂતો તો દિલ્હીથી ઘણા દૂર છે પણ હાલ ખેડૂતોએ પોતાની કૂચ 2 દિવસ માટે રોકી છે પણ મૂળ વાત તો એજ છે કે ભારતના ખેડૂતો હોય કે બીજા કોઈ પણના બધા પરેશાન જ છે એટલે કાશીએ જાવ તો પણ કાગડા કાળા જેવી જ પરિસ્થિતિ છે! આ માહિતી, રિસર્ચ એકત્ર કરવામાં મદદ કરી છે અમારા ત્યાં ઈન્ટન તરીકે જોડાયેલા કિશને. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?