ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં રહેતી હતી..
ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાં થયું છે સારા પ્રમાણમાં મતદાન
જે બેઠકો પર ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતા તે બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીની પેટર્ન કેવી રહી તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ પત્રકારો સાથે ચર્ચા કરી રહી છે... વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સાથે જમાવટની ટીમે ચર્ચા કરી હતી અને ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકના સમીકરણો જાણવાની કોશિશ કરી હતી.. ડેડિયાપાડા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે જે અનેક સમીકરણોને બદલી શકે છે.
ભરૂચ લોકસભા બેઠકમાં હતો ત્રિ પાંખીયો જંગ
ભરૂચ જિલ્લામાં ગયા વખતની સરખામણીમાં ઓછું મતદાન થયું છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં મતદાન વધ્યું છે.. ડેડીયાપાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં મતદાનનું પ્રમાણ વધ્યું છે જેને કારણે સમીકરણો બદલાઈ ગયા છે. મતદાનનું પ્રમાણ તો વધ્યું પરંતુ આ વધેલા મતનો ફાયદો કોને થાય છે તે એક મોટો પ્રશ્ન છે.. કારણ કે ભરૂચ લોકસભા બેઠકમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળ્યો હતો. છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર હતા, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર હતા. આ વખતે ટફ કોમ્પીટિશન જોવા મળી શકે છે આ બેઠક પર તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.
ભરૂચ લોકસભા બેઠકમાં જોવા મળી શકે છે રસાકસી
ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમના ઉમેદવાર જીતશે તો ચૈતર વસાવા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે તે જીતશે.. ભરૂચ લોકસભા બેઠકના પરિણામોમાં રસાકસી જોવા મળી શકે છે તેવું દેખાઈ રહ્યું છે.. મતોનું વિભાજન થશે તેવી વાત કરવામાં આવી હતી. અનેક જગ્યાઓ પર મતદાનનું પ્રમાણ વધ્યું છે તે શું જોઈને વોટ કરવા આવ્યા તે પણ એક મહત્વનું ફેક્ટર છે..
કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી...
મતદાન કરવા બહાર આવેલા મતદાતા ભાજપના ઉમેદવારને ફાયદો કરાવે છે કે અન્ય કોઈ ઉમેદવારને તે એક ચર્ચાનો વિષય છે.. પરિણામની ભવિષ્યવાણી કરવાનું અઘરૂં થતું જઈ રહ્યું છે કારણ કે પેટર્ન બદલાયું છે મતદાતાઓનું.. તે સિવાય મોંઘવારીની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.. મનસુખ વસાવાના શાસનકાળની વાત પણ તેમણે કરી હતી. તે સિવાય કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી..
જોવું રહ્યું ભરૂચ લોકસભા બેઠક પર કોની થશે જીત?
આ વખતની લડાઈમાં કોની હાર થશે કોની જીત થશે તે કહેવું અઘરૂં છે. ભરૂચ જિલ્લો કેસરિયો ગઢ ગણવામાં આવે છે, મનસુખ વસાવાને પહેલો ચાન્સ મળે પરંતુ ચૈતર વસાવા જેવા મજબૂત ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા. જો આ વખતે મતદારોએ ચૈતર વસાવાને વોટ આપ્યો હશે તો તેનું નુકસાન મનસુખ વસાવાને થઈ શકે છે.. ચૈતર વસાવા પણ જીતી શકે છે તેવા સંજોગોનું નિર્માણ થયું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... ત્યારે હવે જોવું રહ્યું કે ભરૂચના મતદાતાઓએ કોને પસંદ કર્યા છે.. પરિણામ ચોથી જૂને આવવાનું છે.