કોને કરશે નરેશ પટેલ ચુંટણીમાં સમર્થન, નરેશ પટેલનું મોટું નિવેદન !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 14:52:08

ચુંટણી પેહલા તમામ પક્ષો પોતાની પાર્ટી મજબૂત કરવા તૈયારી કરી રહી છે. દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે નરેશ પટેલ પણ જોવા મળ્યા અને તેમણે આ અંગે નિવેદન પણ આપ્યું .....

 

નરેશ પટેલએ શું કહ્યું ?

ચુંટણી પેહલા પાટીદાર અગ્રણી નરેશ પટેલને ચુંટણીમાં સમર્થન અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હજુ ચૂંટણી જાહેર નથી થઈ ચૂંટણી જાહેર થયા બાદ જોઈશું. નવરાત્રીમાં રાજકારણની વાત કરવી યોગ્ય નથી.  અને ત્યાં તેમણે આપના નેતા ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળ્યા.

 

ચુંટણી ક્યારે થશે ?

કેટલાય સમયથી ચુંટણી વેહલી થશે તેવી વાત ચાલી રહી છે . તેના વચ્હે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના નિવેદનથી ચુંટણીની ચર્ચાએ જોર પકડયું છે. પાટીલે ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. પરંતુ વખતે ચૂંટણી 10થી 12 દિવસ વહેલી યોજાય તેવું મને લાગી રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું મને લાગે છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.