કોંગ્રેસના ગઢમાં કોણ પાડશે ગાબડું ? 15 વર્ષથી વિરમગામ કોંગ્રેસનો ગઢ


  • Published By :
  • Published Date : 2022-10-28 18:50:21

વિરમગામ વિધાનસભા બેઠક પર એક દાયકાથી ભાજપ નથી જીત્યું !


ગુજરાતમાં વિધાનસભા 2022 ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે બધા પક્ષો અને ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે ગુજરાત પર છેલ્લા દાયકાઓથી ભાજપનું શાશન છે પણ ગુજરાતમાં ભાજપ માટે કેટલીક સીટો જીતવી કપરા ચઢાણ બરાબર છે અને આવી જ એક બેઠક એટલે ગુજરાતની વિરમગામ વિભાનસભા બેઠક. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે વિરમગામ બેઠકને લઈને કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરીશું.

વિરમગામની ખાસિયતની વાત કરવામાં આવે તો વિરમગામની સ્થાપના વિરમદેવ વાધેલાએ 1484ની આસપાસ કરી હતી.વિરમગામ શહેર ઐતિહાસિક શહેરની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિરમગામ શહેરમાં મિનળદેવી બંધાવેલું મુનસર તળાવ પ્રખ્યાત છે. વિરમગામ શહેર 5 દરવાજાની વચ્ચે આવેલું છે. વિરમગામ વિધાનસભામાંથી રાજ્યને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે યુવા નેતા આપ્યા છે.


શું છે જાતિગત સમીકરણ ?

વિરમગામ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો જ એક ભાગ છ તમને જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે.જેમાં રામપુરા દેત્રોજ અને માંડલનો સમાવેશ થાય છે.આ બેઠક પર જો જાતિગત વાત કરવામાં આવે છે વિરમગામ શહેરમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય જોવા મળે છે જયારે અન્ય સમાજની વાત કરવામાં આવે તો પટેલ,ઠાકોર,બ્રાહ્મણ સમાજની વસ્તી જોવા મળે છે પરંતુ સમગ્ર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે. જેમાં કુલ મતદારો 2,98,936 છે. જેમાં પુરુષો 1,54,449 અને સ્ત્રીઓ 1,44,484 સંખ્યા છે. 


2022નું આ બેઠકનું સમીકરણ 

અમદાવાદ જીલ્લાના પૂર્વ પ્રમુખ અને વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ, સામાજિક આગેવાન-કોળી પટેલ સમાજ સરપંચ-સાકોલ ગ્રામ પંચાયતના ચંદુભાઈ પટેલ સહિત અન્ય 8થી 9 લોકો અને તેમની સાથે સમર્થકો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.એટલે કે ટૂંકમાં કહીયે તો કોંગ્રેસના જે ચહેરાઓ હતા તેમને તોડી મતદારોને ભાજપ તરફ ખેંચવા ભાજપ પ્રયાસો કરી રહ્યું છે ગુજરાતના રાજકારણમાં જીતો નહીં તો સામેના પક્ષના મત તોડો એ નીતિ ચાલી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને હવે આપ પણ એકબીજા પક્ષના મત તોડવા સતત પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યા છે. 


આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કોણ જીતની બાજી મારશે લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે હવે આપણે નક્કી કરવાનું છે કોના માથે જીતની પાગડી પહેરાવી છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?