ગુજરાત વિધાનસભા ચૂંટણી આજે જાહેર થઈ ગઈ છે ત્યારે તેવામાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટી AAPના CM ચહેરાની જાહેરાત કરશે ત્યારે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે તેવા સમાચાર આવી રહ્યા છે. ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીએ 2 નામ પસંદ કર્યા છે જેની આવતીકાલે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ કાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટી શનિવારથી રોડ શોના આયોજન કરશે. પ્રતિદિન 2થી 3 રોડ શોનું આયોજન થશે એવું સૂત્રોએ જણાવ્યું છે.
કોણ હશે CM ચેહરો??
CM ચેહર તરીકે અત્યારે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયા AAPનો સીએમ ચહેરો હોય એવી પ્રબળ શકયતા છે . પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજના છે અને પાટીદાર આંદોલનમાં પણ તેઓ સામેલ હતા.આ દરમિયાન બીજી બાજુ ઈસુદાન ગઢવી ભૂતપૂર્વ પત્રકાર છે અને તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાય એની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. જોકે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ ચહેરાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્સ યથાવત રહ્યો છે.