દુનિયામાં પહેલીવાર લોંગ ડ્રાઈવ કરનાર મહિલા કોણ હતાં? ભારતમાં કઈ મહિલાએ સૌથી પહેલા કાર ચલાવી?


  • Published By :
  • Published Date : 2023-03-15 22:12:10

શું તમને દુનિયાની પહેલી કાર ચલાવનાર મહિલા વિશે ખબર છે? જો ના ખબર હોય તો આ લેખ વાંચો. અત્યારે દુનિયાના કોઈ પણ ખુણામાં મહિલા પુરુષોની તુલનામાં ક્યાંય પાછળ નથી. દુનિયાના તમામ દેશોમાં મહિલાઓ ક્યાંક પ્લેન ઉડાવે છે તો ક્યાંક ટ્રેન ચલાવે છે.  દોડભાગવાળા જીવનમાં મહિલાઓ તમામ કામ કરી રહી છે જે દુનિયામાં સંભવ છે. મહિલાઓ કાર પણ ચલાવે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જે મહિલાએ દુનિયામાં પહેલીવાર કાર ચલાવી કે લોંગ ડ્રાઈવ કરી તે પોતાના પતિને કહ્યા વગર નીકળી ગઈ હતી. એ મહિલા એટલે બેર્થા બેંજ. મર્સિડિઝ બેંજના સંસ્થાપક કાર્લ બેંજના પત્ની બેર્થા બેંજએ પહેલીવાર કાર ચલાવી હતી અને એ પણ પોતાના પતિને કહ્યા વગર. બેર્થા બેંજે પહેલીવાર કાર ચલાવી હતી અને એ પણ 106 કિલો મીટર. તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે આ કારમાં ખાલી ત્રણ જ પૈડા હતા. 

Bertha Benz | Mercedes-Benz Group > Company > Tradition > Founders &  Pioneers

દુનિયાની સૌથી પહેલી કાર કોણે બનાવી હતી?

ફોર્ડે 1908માં દુનિયાની પહેલી સસ્તી કાર મૉડલ ટીને બજારમાં ઉતારી હતી તે પહેલા કાર્લ બેંજે 1886માં પોતાની પેટેંટ મોટર વેહિકલ મૉડલ-3 બનાવી લીધી હતી. જો કે એ વાત અલગ હતી કે ત્રણ વર્ષ સુધી બેંજની એક પણ ગાડી વેચાઈ નહોતી. આ વાતથી કાર્લ બેંજ ખૂબ નિરાશ હતા કારણ કે તેમની મહેનત રંગ નહોતી લાવી રહી. કાર્લ બેંજની પત્ની બેર્થાએ સલાહ આપી હતી કે તમે રોડ પર કાર ચલાવો અને તમારા આવિષ્કાર વિશે લોકોને જણાવો. જો કે એવું થયું નહીં તો બેર્થાએ નિર્ણય લઈ લીધો કે હું જ હવે કાર ચલાવીશ અને લોકો વચ્ચે કાર્લની પ્રોડક્ટ લઈ જઈશ. બેર્થાનો વિચાર હતો કે આવું કરવાથી કારની બ્રાન્ડિંગ પણ થશે અને કાર વેચાશે પણ ખરાં. બેર્થાના આ નિર્ણયથી કાર્લ બેંજ સહમત નહોતા અને તેણે બેર્થાને રોડ પર કાર ચલાવવાની પણ મનાહી કરી દીધી હતી.  

Mercedes-Benz

ના પાડ્યા બાદ પણ બેર્થાએ ચલાવી હતી કાર 

ઓગસ્ટ 1888માં બેર્થા પતિ કાર્લ બેંજ અને કંપનીના અધિકારીઓને ખબર ના પડે તેમ ગાડી લઈને નીકળી ગયા હતા. કારની ક્ષમતા ચકાસવા તેણે 106 કિલોમીટર સુધી કાર ચલાવી હતી. જો કે તે એકલા જ નહોતા તેમની સાથે તેમના બાળકો પણ હતા. આ પરાક્રમ સાથે જ તે દુનિયાની પહેલી કાર ચલાવતી મહિલા બની ગઈ હતી. બેર્થાએ મૈનહેમથી ફોર્જિયમ સુધી એટલે કે 106 કિલોમીટર ગાડી ચલાવી હતી. આ પરાક્રમ કરી તે દુનિયાની પહેલી કાર ચલાવતી મહિલા તો બની પણ સાથે લોંગ ડ્રાઈવ કરતી પણ પહેલી મહિલા બની ગઈ હતી. 

Love story of Ratan D. Tata & Susaune Briere - Zoroastrians.net

તો ભારતમાં કઈ મહિલાએ સૌથી પહેલા કાર ચલાવી?

ભારતમાં આજે કારનું પ્રોડક્શન ખૂબ વધારે થાય છે. દુનિયામાં વેચાતી કારમાંથી મોટાભાગની કાર ભારતમાં ખરીદાય છે. કોરોના જેવા કાળમાં પણ ભારતમાં કારની ખરીદી ઘટી નહોતી તે આપણે જાણીએ જ છીએ. ભારતમાં સૌથી પહેલીવાર કાર ચલાવનાર મહિલા ટાટા પરિવારમાંથી હતા. રતનજી દાદાભાઈ ટાટાના પત્ની સુજૈન ટાટાએ ભારતમાં પહેલીવાર કાર ચલાવી હતી. ફ્રાંસના સુજૈન ટાટાએ 1905માં પહેલીવાર કાર ચલાવી હતી. આ સાથે જ ભારતમાં કાર ચલાવનાર મહિલામાં તેણે પોતાનું નામ નોંધાવી દીધું હતું. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.