યુવાઓને લઈ WHOએ આપી ચેતવણી, લગભગ 1.8 બિલિયન પુખ્ત વયના લોકોને પૂરતી શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી રોગ થવાનું જોખમ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 13:21:07

એક સમય હતો જ્યારે શારીરિક સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવામાં આવતું હતું.. પૂરતા પ્રમાણમાં લોકો કસરત કરતા હતા.. એવું માનવામાં આવે છે કે કસરત કરવાથી દિવસ ભર સ્ફૂરતી રહે છે અને active ફીલ થાય છે. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આપણું જીવન બેઠાળું થઈ ગયું.. નિષ્ક્રિય જીવન શૈલીને કારણે નાની ઉંમરે લોકો ગંભીર બિમારીના શિકાર બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે અંદાજીત 1.8 અબજ પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, પ્રકાર 2 ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર જેવા રોગો માટે જોખમો વધારે છે. મહિલાઓમાં નિષ્ક્રિયતા વધારે જોવા મળી છે રિપોર્ટ પ્રમાણે.. 

અઠવાડિયા દરમિયાન યુવાનોએ કરવી જોઈએ આટલો ટાઈમ કસરત!

WHOએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ વલણ ચાલુ રહે છે આગામી સમયમાં પણ ચાલું રહેશે  તો 2030 સુધીમાં નિષ્ક્રિયતાનું સ્તર 35% પણ થઈ જવાનો અંદાજ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુવાનોને ભલામણ કરી છે કે પુખ્ત વયના લોકોમાં જો તમે હળવી કસરત કરો છે તો તે 150 મિનીટ જેટલો સમય કરવી જોઈએ અને જો તમે ભારે કસરત કરો છો તો 75 મિનીટ જેટલો સમય અઠવાડિયા દરમિયાન કાઢવો જોઈએ. 

Physical Exercise કરવાથી થાય છે સ્ફૂર્તીનો અહેસાસ 

પહેલું સુખ તે જાતે નર્યા તેવી કહાવત આપણે ત્યાં કહેવામાં આવે છે. આપણી તબિયત સારી હશે તો જ આપણી પાસે રહેલી વસ્તુઓને માણી શકીશું.. જો તમારૂં સ્વાસ્થ્ય સારૂં નથી તો તમારી આગળ ગમે તેટલા વ્યંજન, તમને ભાવતી વસ્તુ કેમ ના મૂકી હોય તે તમે નહીં ખાઈ શકો.. સાજા રહેવા માટે કસરત કરવી તે શ્રેષ્ઠ ઉપાય છે. Physical Exercise કરવાથી શરીર સારૂં રહે છે... પરંતુ જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યું છે. પહેલા લોકો ચાલતા હતા કસરત કરતા હતા, પરિશ્રમ કરતા હતા જેને કારણે તેમનું સ્વાસ્થ્ય સારૂં રહેતું.. આજે પણ લોકો પરિશ્રમ કરે છે પરંતુ શારિરીક કરતા માનસિક પરિશ્રમ વધારે કરે છે.

નાની ઉંમરના લોકોને થઈ રહી છે ગંભીર બિમારી

એવું કહીએ કે આજકાલ આપણું જીવન બેઠાડું થઈ ગયું છે તો પણ અતિશયોક્તિ નથી.. કસરત નથી કરતા જેને કારણે બિમારીઓ જલ્દી આવી જાય છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ડાયાબિટીસ, થાઈરોડ જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય પરંતુ બદલાતા સમયની સાથે આમાં પરિવર્તન આવ્યું.. 



શારિરીક પ્રવૃતિનો અભાવ..!

લોકોના સ્વાસ્થ્યને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં અમારો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે 1.8 અબજ પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ જેવા બિનસંચારી રોગો માટે જોખમો વધારે છે. જો તમે નિયમિત કસરત કરો છો કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો નથી કરતા તો શક્ય હોય તેટલી Physical activity કરવાની શરૂઆત કરવી જોઈએ... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?