અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુખ્યમંત્રીને ધમકી મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. ધમકી આપનાર આરોપીની તપાસ કરવામાં લાગી ગઈ હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી.
અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીસીઆરમાં ફોન આવ્યો હતો જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ધમકી આપનારની શોધખોળમાં લાગી ગઈ હતી. આરોપી સુધી પોલીસ પહોંચી પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવી હતી.
માનસિક રૂપે બીમાર વ્યક્તિએ કર્યો હતો ફોન
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. 12.05 વાગે પીસીઆરમાં તેમને ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. પોલીસે લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી વારમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપી સુધી પહોંચ્યા બાદ પોલીસને જાણ થઈ કે માનસીક રીતે બિમાર છે. તેની સારવાર ચાલી રહી છે. માનસિક સ્થિતિને જોઈ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.