કોરોના અંગે લાપરવાહ ન બનવા WHOની અપિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:39:06

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની દહેશત થોડી ઓછી થઈ રહી છે પરંતુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ નથી થયો. કોરોના મહામારીને લઈ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડે 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

 

WHOએ આપી ચેતવણી

કોરોના મહામારીએ અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે. લગભગ અનેક પરિવારના સભ્યોએ પોતાના પરિવાર જનોને ગુમાવ્યા છે. કોરોના કહેર શાંત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પણ તે બધા વચ્ચે વૈશ્વિક સ્વાસ્થય સંગઠને સાવચેતી રાખવા અપીલ કરી છે. મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડમાં 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

WHO | World Health Organization 

WHO બનાવશે રણનીતિ

કોરોનાની ગતિ ધીમી પડી છે પરંતુ કોરોના વાયરસ ખતમ ક્યારે થશે તેની ખાતરી કોઈ નહીં આપી શકે. આવતા સપ્તાહમાં WHO 6 સંક્ષિપ્ત નીતિનું એક સેટ પ્રકાશિત કરશે, જેમાંથી આવશ્ક કાર્યવાહીઓને રેખાંકિત કરવામાં આવશે. WHO પ્રમુખે કહ્યું કે, અમને આશા છે કે, દેશ આ સંક્ષિપ્ત વિવરણોનો ઉપયોગ સૌથી અધિક જોખમ વાળા લોકોની રક્ષા કરવા માટે કરશે. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે, WHO યુરોપમાં સતત ઘટાડો જોઇ રહ્યું છે.

દરેક વ્યક્તિએ પાળવી જોઈએ કોરોના ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો બેપરવાહ બની ગયા છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કરી રહ્યા. જેને કારણે આવનાર સમયમાં કોરોના ફરી ઉઠલો મારી શકે છે. ત્યારે લોકોએ પોતાની જવાબદારી સમજી કોરોનાના નિયમોનું પાલન કરે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.