વિશ્વના અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ચિંતા જનક થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીન સહિત ભારત, જાપાન, બ્રિટેન જેવા દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે લોકો વિદેશ યાત્રા કરી રહ્યા છે. લાંબી મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવાની અપીલ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે.
વિશ્વના અનેક દેશોમાં વધ્યું કોરોના સંક્રમણ
કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીનમાં તો કોરોનાને કારણે હાહાકાર ફેલાઈ ગયો છે. લાખોની સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો થઈ રહ્યા છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વઘી છે.
અમેરિકામાં નોંધાઈ રહ્યા છે નવા વેરિઅન્ટના કેસ
ચીનમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને પોતાની બોર્ડર પણ વિદેશીઓ માટે ખોલી દીધી છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે વેરિઅન્ટ XBB 1.5ના કેસમાં પણ વધારો થયો છે. અમેરિકામાં પણ આના કેસ સતત વધી રહ્યા છે.
માસ્ક પહેરવા WHOની અપીલ
વધતા કોરોના સંક્રમણ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ લાંબી મુસાફરી કરનાર લોકોને અપીલ કરી છે. યાત્રિકોને યાત્રા દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના પ્રોટોકોલને પણ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.