કોણ જાણી શક્યું કાળને રે ઓચિંતાનું કેવું થાશે... વોક પર નીકળેલી યુવતી બની કાળનો કોળિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 12:16:00

દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાહદારી તેમજ વાહન ચાલકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ BRTS બસ રિવર્સ લઈ રહી હતી તે દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું. મોર્નિંગ વોક પર નીકળી હતી તે દરમિયાન BRTSની અડફેટે આવી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે.  

BRTS bus splits in half after hitting wall in Ahmedabad | City - Times of  India Videos


મોર્નિગ વોક પર નીકળેલી મહિલા બની અકસ્માતનો ભોગ  

રસ્તા પર અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક વખત BRTS બસને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુરુવાર સવારે નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલી યુવતી કાળનો કોળિયો બની છે. રિવર્સ લેતા દરમિયાન BRTS બસે મહિલાને પોતાની અડફેટે લીધી હતી. ઘટના સ્થળે મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...