બજરંગ પૂનિયાને ગોળી મારવાનું કહેનાર Ex IPS NC અસ્થાના કોણ? પૂનિયાએ આપ્યો વળતો જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-29 18:16:36

પહેલવાનોના વિરોધની ચર્ચા ટીવીમાં ઓછી થઈ રહી છે પણ ગઈકાલે પહેલવાનો સાથે જે થયું તેની એક ઘટનાની સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા થઈ રહી છે. રવિવારે પહેલવાનોના વિરોધ બાદ તેમને રોકવામાં આવ્યા ત્યારે બજરંગ પૂનિયાએ મીડિયાને કહ્યું હતું કે અમને ગોળી મારી દો. જેના જવાબમાં નિવૃત IPSએ લખ્યું, "જરૂરત પડી તો ગોળી પણ મારી દઈશું." જેનો વળતો જવાબ પહેલવાન બજરંગ પૂનિયાએ આપ્યો, "કહી દો ક્યાં આવવાનું છે ગોળી ખાવા." 

ગઈકાલે પહેલવાનોઓ વિરોધ કર્યો ત્યારે બજરંગ પુનિયાએ પોલીસ કાર્યવાહી સામે કહ્યું હતું કે આના કરતા તો ગોળી મારી દો. જેના પર પૂર્વ આપીએસ અધિકારી એનસી અસ્થાનાએ ટ્વીટ કરી છે જેણે વિવાદ ઉભો કરી દીધો છે. વિવાદ પણ થવો સ્વાભાવિક હતો કારણ કે તેમણે પહેલવાનોને ગોળી મારવાની વાત કરી દીધી છે. અહીં સુધી જ તે રોકાયા ના હતા તેમણે તો એવું પણ કહી દીધું હતું કે પહેલવાનોને પોસ્ટમોર્ટમ ટેબલ પર મળીશું... તેમની ટ્વીટ જુઓ 

પહેલવાનો સામે અનેક કલમો હેઠળ થઈ ફરિયાદ 

વિગતવાર વાત કરીએ તો દિલ્લી પોલીસે પહેલવાનો સામે દંગા કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા, સરકારી અધિકારીને સેવા કરતા રોકવા, સરકારી અધિકારીના આદેશનું પાલન ન કરવું, સરકારી અધિકારીને ઘાયલ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. તો બીજી બાજુ પહેલવાનોનું કહેવું છે કે પહેલવાનો સામે કેસ કરવા દિલ્લી પોલીસને સાત દિવસ લાગે છે પણ અમારી સામે ફરિયાદ કરવામાં પોલીસને સાત કલાક પણ નથી લાગતા. 

કોણ છે પૂર્વ આઈપીએસ એનસી અસ્થાના?

ડોક્ટર એનસી અસ્થાના કેરળના પોલીસ મહાનિદેશક રહી ચૂક્યા છે. તે પહેલા એનસી અસ્થાના બીએસએફ અને સીઆરપીએફમાં એડીજી પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના ટ્વીટર બાયોમાં જોઈએ તો ખબર પડે છે કે તેમની 51 પુસ્તકો અને 265 રીસર્ચ પેપર અને આર્ટિકલ જાહેર થઈ ગયા છે. અગાઉ પણ તે પોતાની ટ્વીટના લીધે વિવાદમાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે જૂનમાં ઉત્તરપ્રદેશમાં હિંસા થયા બાદ એક વીડિયો વાયરલ થયો હત. જેમાં પોલીસ કર્મચારી અમુક લોકોને માર મારતો હતો. ત્યારે એનસી અસ્થાનાએ ટ્વીટ કરી હતી. અત્યંત હી મનોહારી દ્રશ્ય. સુંદર અતી સુંદર. હેકડી એસે હી નિકલતી હૈ. 

પહેલવાનો એક મહિનાથી વધારે સમયથી દિલ્લીના જંતરમંતર પર વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે WFIના વડા બૃજભૂષણ શરણ સિંહને હટાવી દેવામાં આવે. કારણ કે તે મહિલા પહેલવાનોનું શારીરિક શોષણ કરી રહ્યા છે. જેની સામે બૃજભૂષણ સિંહ કહી રહ્યા છે કે પહેલવાનો મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન હતું તે પહેલા પહેલવાનોએ જાહેરાત કરી હતી કે મહિલા પહેલવાનો મહિલા મહાપંચાયતમાં સામેલ થશે અને નવી પાર્લામેન્ટ હાઉસ સામે બેસીને ધરણા કરશે. જો કે પહેલવાન કૂચ કરે તે પહેલા જ શનિવાર રાતે જ પોલીસનો કાફલો ખડગી દેવામાં આવ્યો હતો અને રવિવારે પોલીસે તેમને રોક્યા હતા ત્યારે ઘર્ષણ થઈ ગયું હતું. જ્યારે બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે અમને ગોળી મારી દો. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?