સ્માર્ટ શહેર અમદાવાદમાં શાળાએ જતા બાળકો રિક્ષામાં ઠુસી-ઠુસીને ભરવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2023-09-09 20:43:16

સ્માર્ટ શહેર અમદાવાદની શાળામાં ભણતા છોકરાઓને રિક્ષામાં ઠુંસી ઠુંસીને ભરવામાં આવ્યા છે એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ગામડામાં તો પરિસ્થિતિ ખરાબ હતી પણ હવે તો શહેરમાં પણ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતા આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ દુઃખદ છે.

ગામડા તો ન સુધર્યા, શહેરો પણ બગડી ગયા

આ વીડિયો પરથી એવું લાગી રહ્યું છે કે શહેર અને ગામડાનું અંતર ઘટ્યું છે. જે રીતે નાના ભૂલકાઓને રિક્ષામાં ભરવામાં આવ્યા છે એ દેખાડી રહ્યું છે કે ગામડા તો ન સુધર્યા અને શહેરો પણ બગડી ગયા છે. ગામડાઓમાં છોકરાઓને રિક્ષા કે જીપમાં બેસાડીને લઈ જતા હોય શાળા માટે ત્યારે મગફળીની ગુણીની જેમ ઠુંસી ઠુંસીને ભરી દેતા હોય છે. લાગી રહ્યું છે એ પ્રથા હવે શહેરમાં પણ આવી રહી છે. અમદાવાદ જેવા અમદાવાદમાં જેમાં મા બાપ બાળકોને ભણાવવા માટે પ્રાથમિક શાળામાં જ લાખો રૂપિયા ભરતા હોય છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ નજર આવી રહી છે. વિચાર કરો એક રિક્ષામાં આટલા છોકરા ભર્યા છે છોકરો લપસીને પડી જાય તો જવાબદાર કોણ? ખાડો આવી જાય અને છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? 

છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ?

આપણે જાણીએ છીએ કે શાળાની રિક્ષામાં બે છોકરાઓ જાય તો રિક્ષાવાળાને તો ભાડું પોસાય જાય પણ મા બાપને એ ભાડુ ક્યારેય ન પોસાય કારણ કે શાળાની બંધાયેલી રિક્ષામાં છોકરાઓ ઘટે તો મા બાપને ખિસ્સામાં ભાર વધી જાય. તેમને વધારે રૂપિયા આપવા પડે અને બધાની પરિસ્થિતિ સક્ષમ નથી હોતી કે આવી રીતે શાળાએ લઈ જવાના અને મૂકી જવાના વધારે રૂપિયા આપી શકે અને એટલા માટે જ સોસાયટીના વાલીઓ છોકરાઓ માટે એક રિક્ષા બંધાવી લેતા હોય છે જેમાં એક સાથે તેમના બાળકો જાય તો વાલીઓને પરવળે, પણ બીજી બાજુ છોકરાઓને કંઈ થઈ જાય તો? 


તમને યાદ હોય તો જાન્યુઆરી 2023માં એક બનાવ બન્યો હતો. વિદ્યાર્થીથી ભરેલી રિક્ષા રસ્તા પર જઈ રહી હતી અને બે આખલાઓ રસ્તા પર ઝઘડી રહ્યા હતા, આખલાઓ રિક્ષા સાથે અથડાયા અને છોકરાઓથી ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ. આતો સારું હતું કે રિક્ષા ધીમી ઝડપે જઈ રહી હતી એટલે છોકરાઓને કંઈ થયું નહીં બાકી ગમે તે થઈ શકે. અનેકવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે છતાં પણ કોઈ ગંભીરતાથી આ મામલે પગલા નથી લેવાતા. પછી તક્ષશિલા જેવો કોઈ મોટો બનાવ બને છે ત્યારે અચાનક આ મામલે ધ્યાન દોરાય છે પણ ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય છે. આ મામલે કોઈ પગલા લેવા જોઈએ બાકી આગામી સમયમાં મોટી દુર્ઘટના થાય તો જવાબદાર આપણે જ હશું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.