કોણ છે કર્ણાટક પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમાર જેને માનવામાં આવે છે કોંગ્રેસના સંકટમોચન! ગુજરાતની રાજનીતિ સાથે શું છે તેમનું કનેક્શન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-13 15:22:38

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્ણાટકમાં ઘણો ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હોય કે પછી પ્રિયંકા ગાંધી હોય દરેક વરિષ્ઠ નેતાઓએ ત્યાં પ્રચાર કર્યો હતો. પરિણામમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ કામમાં લાગી હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. અનેક વિધાનસભાની બેઠકો પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે કોંગ્રેસની જીત પાછળ પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનો પણ મોટો ફાળો છે. તેમને સીએમના ચહેરા તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. ગાંધી પરિવાર સાથે તેમનો જૂનો નાતો છે. શિવકુમારને કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા માનવામાં આવે છે.              


કર્ણાટકના સૌથી અમીર નેતા માનવામાં આવે છે ડી.કે.શિવકુમાર! 

રાહુલ ગાંધીએ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. કર્ણાટકમાંથી પણ આ યાત્રા પસાર થઈ હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી યાત્રાને સફળ નિષ્ણાંતો માની રહ્યા છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળ ત્યાંના પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. ડી.કે શિવકુમાર અનેક વખત કોંગ્રેસ માટે સંકટમોચક તરીકે સામે આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા છે. પાર્ટીને મળતા ફન્ડિંગમાં તેમનો મોટો ફાળો હોય છે. તેમની પાસે 840 કરોડની સંપત્તિ છે. ગુજરાતની રાજનીતિમાં પણ તેમનો ફાળો છે.         


ગુજરાતની રાજનીતિમાં પણ નિભાવી ભૂમિકા! 

ગુજરાતની ચૂંટણીમાં જયારે અહમદ પટેલ જયારે રાજયસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડવા અનેક ધારાસભ્યોને લલચાવ્યા હતા તે સમયે શિવકુમારે કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લોરમાં પોતાના રીસોર્ટમાં સાચવ્યા હતા અને અહમદ પટેલ એક મતે જીત્યા તેમાં ડી.કે.શિવકુમારની ભૂમિકા મહત્વની બની રહી હતી.


અનેક વર્ષો બાદ કર્ણાટકમાં કોંગ્રેસની બનશે સરકાર!

કનકપુર વિધાનસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. આ તેમની પરંપરાગત સીટ છે. આ સીટ પરથી 8 વખત તે વિજય થયા છે. તેમની ટક્કર ભાજપના રાજસ્વ મંત્રી સાથે હતી. અનેક વર્ષો બાદ કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. કોંગ્રેસની જીત બાદ ડી.કે શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓ ભાવુક થયા હતા. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે વિધાયક દળની બેઠકમાં લેવાશે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..