ચીનમાં કરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. ચીનની સામ્યવાદી સરકાર દેશમાં કોરોનાના કારણે થતા મૃત્યુઆંક અંગે પણ ગોટાળા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં કોવિડના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તેથી ચિંતિત બનેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચીન પાસે કોરોનાના સાચા આંકડા જાહેર કરવાનું કહ્યું છે.
LIVE: Media briefing on #COVID19 and other global health issues with @DrTedros https://t.co/RlErFpSqwJ
— World Health Organization (WHO) (@WHO) January 11, 2023
WHOએ ચીન પાસે માગ્યો સાચો ડેટા
LIVE: Media briefing on #COVID19 and other global health issues with @DrTedros https://t.co/RlErFpSqwJ
— World Health Organization (WHO) (@WHO) January 11, 2023WHOના ચીફ ઘેબ્રિસિયસએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે ગયા સપ્તાહે WHOની વેબસાઈટે લગભગ 11,500 મોતની માહિતી આપી હતી. જેમાંથી અમેરિકામાં 40 ટકા, યુરોપથી 30 ટકા અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રથી 30 ટકા હતા. જો કે ચીને કોરોનાથી સંબંધીત મોતને ઘટાડેલો આકડો રજુ કર્યો છે.
WHOના વડાએ ક્હ્યું કે અમે ચીન પાસે હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુઆંકને લઈને ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા માંગ્યો છે, WHOએ કોરોનાના કેસ અને હોસ્પિટલમાં દાખલ થતા કેસમાં વૃધ્ધી પર ચર્ચા કરવા માટે ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક પણ કરી હતી.
ચીને ઝીરો કોવિડ-19 નિતી ખતમ કરી
ગત ડિસેમ્બર મહિનાથી જ ચીનની સરકારે લગભગ ત્રણ વર્ષો બાદ કોરોના રોગચાળાને લઈ પોતાની ઝીરો કોવિડ-19 પોલીસી ખતમ કરી દીધી હતી. જેમાંથી થોડા જ સપ્તાહ બાદ કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં અનિવાર્ય પીસીઆર ટેસ્ટ અને ચીનમાં આવનારા લોકો માટે સેન્ટ્રલાઈઝ આઈસોલેશન પણ રદ્દ કરી દીધું છે.