અમેરિકાએ ફરી એકવાર ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ બનાવ્યું છે . વહાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે પ્રેસ વાર્તા દરમ્યાન ભારત સહીત બીજા ઘણા દેશો પર ટેરિફને લઇને આકરા પ્રહાર કર્યા છે . તો આવો જાણીએ કેમ અવારનવાર અમેરિકા ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ કરતુ રહે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહાઈટ હાઉસમાં આગમન થતાની સાથે જ જાણે "ટ્રેડ વાર" પોતાના જ સહયોગી દેશો સાથે શરુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે . જોકે આ ટ્રેડવાર અપેક્ષિત હતું કેમ કે , અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ચૂંટણી પ્રચાર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર કહી ચુક્યા છે , " ડિક્ષનરીમાં "ટેરિફ" શબ્દ મારો સૌથી પ્રિય છે ."
આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને "ટેરિફ કિંગ" પણ કહી ચુક્યા છે . હવે વહાઈટ હોઉસે અમેરિકન માલ સામાન પર વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ પર ચર્ચા કરી હતી . જેમાં વહાઈટ હાઉસના સેક્રેટરી કેરોલાઇન લેવિટે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે , " ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા જયારે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે . " કેરોલાઈન લેવિટે તો જાપાનને અને કેનેડાને પણ આડેહાથ લીધું હતું . કેરોલાઇન લેવિટ આ પ્રેસ કોન્ફરન્સમાં આખો ચાર્ટ લઇને આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે , ક્યા ક્યા દેશો અમેરિકન માલ - સામાન પર કેટલા ટકા ટેરિફ લાદે છે? જેમાં ભારત પણ હતું . ભારતનો ઉલ્લેખ કરીને કેરોલાઇને કહ્યું કે , " જોવો ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે. જેનાથી કેન્ટુકી બોર્નબોર્ન ની ભારતમાં નિકાસ મોંઘી બને છે ." આપને જણાવી દયિકે , કેન્ટુકી બોર્નબોન અમેરિકાની લોકપ્રિય આલ્કોહોલની બ્રાન્ડ છે . ભારત સરકારના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ થોડા સમય પેહલા જ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે , " અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર કરાર એટલેકે ( બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ) બંને દેશો ભારત અને અમેરિકા વચ્ચે સબંધો મજબૂત કરશે . એકબીજાના માર્કેટ ઉપલબ્ધ બનશે અને ટેરિફ અને નોન - ટેરિફ બેરીયરમાં પણ ઘટાડો થશે. ભારત અને અમેરિકા વચ્ચેની સપ્લાય ચેન આ કરારથી મજબૂત થશે."
આપને જણાવી દયિકે ભારતે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળમાં (૨૦૧૬ - ૨૦૨૦) દરમ્યાન બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાર્તાલાપ શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણસર બેઉ દેશો વચ્ચે મતભેદો યથાવત રહ્યા હતા . વાત કરીએ ભારત અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી , રીફાઇન્ડ ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે .
તમારું ભારત અમેરિકા વ્યાપારી સંબંધોને લઇને શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .