હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને કારણે મોત થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે જેમાં ચાલુ મેચમાં એટલે કે મેચ રમતા રમતા એક યુવકનું મોત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા
કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. અનેક પરિવારો એવા હશે જેમાં કોરોનાને કારણે કોઈ સ્વજને પોતાના પરિવારજનને ગુમાવ્યા હશે. એક તરફ કોરોના ધીરે ધીરે વધી રહ્યો છે તો બીજી તરફ હાર્ટ એટેકનો ખતરો પણ યુવાનો પર વધી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. દેશભરમાં હૃદય હુમલાને કારણે થતાં મોત ચિંતાનો વિષય બની ગયો છે. કોઈ જમતા જમતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા ક્રિકેટર મોતને ભેટી રહ્યા છે.
ક્રિકેટ રમતી વખતે એક યુવાનને આવ્યો હાર્ટ એટેક
સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટરનું મોત અચાનક થઈ જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 6 જાન્યુઆરીએ બની હતી. નોયડાના સેક્ટર-135માં બનેલા સ્ટેડિયમમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. રમત દરમિયાન, નોન-સ્ટ્રાઈક છેડે ઊભેલો વિકાસ રન લેવા દોડ્યો, પરંતુ જ્યારે તે અડધી પીચ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બોલ બાઉન્ડ્રીની બહાર ગયો અને ચાર રન થઈ ગયા. અડધી પીચમાંથી નોન-સ્ટ્રાઈક એન્ડ તરફ પરત ફરતી વખતે વિકાસ અચાનક પડી ગયો હતો.વિકાસને પડતા જોઈ તેના સાથી ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા હતા.
આની પહેલા પણ સામે આવ્યો છે આવો કિસ્સો
બેહોશ થયેલા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા. નોયડા પોલીસે આ મામલે જાણકારી આપી કે મૃતક મૂળ ઉત્તરાખંડના રહેવાસી હતા. હાલ રોહિણી, દિલ્હીમાં રહે છે. ક્રિકેટ રમતી વખતે તે અચાનક જ હાર્ટ એટેકને કારણે પીચ પર પડી ગયો હતો. આની પહેલા પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બેડમિન્ટન રમતા રમતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું.