ધોરણ 10ના પરિણામમાં રાજ્યની કઈ શાળાઓનું નોંધાયું 100 ટકા પરિણામ? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-05-25 12:16:31

વિદ્યાર્થીના જીવનમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ મહત્વનું હોય છે. કારકિર્દીમાં આ પરિણામ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યની અનેક શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા આવ્યું છે જ્યારે અનેક શાળા એવી છે જેનું પરિણામ સો ટકા નોંધાયું છે. 272 શાળાઓ એવી છે જેનું પરિણામ સો ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે  294 શાળાઓ હતી જેનું પરિણામ 100 ટકા આવ્યું હતું જ્યારે આ વર્ષે શાળાઓની સંખ્યામાં 22નો ઘટાડો થયો છે.


જાણો ક્યાં કેટલી શાળાનું નોંધાયું 100 ટકા પરિણામ? 

સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધારે નોંધાયું છે જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો પરિણામની વાત કરીએ તો 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. રાજકોટની 29 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે, સુરતની 20 શાળાઓ, ગાંધીનગરની 12 શાળાઓ, વડોદરાની 9 શાળાઓ, જૂનાગઢની 8 શાળાઓ, ભાવનગરની 8 શાળાઓ, જામનગરની 7 શાળાઓ જ્યારે અમદાવાદની માત્ર 3 શાળાઓ જ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું હોય. 



જો વિગતવાર વાત કરીએ તો રાજકોટની 29 શાળાઓ, બનાસકાંઠાની 18 શાળાઓ, કચ્છની 14 શાળા, ભરૂચની 13, ગાંધીનગરની 12 શાળા, સુરેન્દ્રનગરની 11 શાળાઓ, અમરેલીની 10 શાળા, ગીર સોમનાથની 10 શાળા, ખેડાની 10 શાળા, અરવલ્લીની 9 શાળા, વડોદરાની 9 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય ભાવનગરની 8 શાળા, જૂનાગઢની 8 શાળા, મહેસાણાની 8 શાળા, અમદાવાદ રૂરલની 7, જામનગરની 7, પંચમહાલની 7, ડાંગની 6, મોરબીની 6, તાપીની 6 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. તે સિવાય આણંદની 5, મહિસાગરની 5, નર્મદાની 5, વલસાડની 5, બોટાદની 5, અમદાવાદ શહેરની 3, છોટા ઉદેપુરની 3, નવસારીની 3, પાટણની 3, પોરબંદરની 3, સાબરકાંઠાની 3 જ્યારે દેવભૂમિ દ્વારકાની 1 શાળા, દમણની 1 શાળાનો સમાવેશ આ શ્રેણીમાં થાય છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.