ચૂંટણી બોન્ડ કયા પક્ષને ફળ્યા, BJP, TMC કે કોંગ્રેસ, ADRના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


  • Published By : Admin
  • Published Date : 2024-02-16 17:56:12

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી બોન્ડ સ્કિમને રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણી બોન્ડ રદ્દ થતાં સૌથી વધુ નુકસાન કયા પક્ષને થયું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે ખરીદાયેલા બોન્ડના કુલ મૂલ્યના લગભગ 94.25 ટકા અથવા રૂ. 12,999 કરોડ રૂ. 1 કરોડના મૂલ્યના હતા. આ બતાવે છે કે આ બોન્ડ વ્યક્તિઓને બદલે કોર્પોરેટ દ્વારા ખરીદવામાં આવી રહ્યા હતા.


પક્ષોને કેટલું કોર્પોરેટ ફંડ મળ્યું?

 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં રાષ્ટ્રીય પક્ષોને 881.26 કરોડ રૂપિયાનું કોર્પોરેટ દાન મળ્યું છે. નાણાકીય વર્ષ 2016-17માં આ રકમ રૂ. 563.19 કરોડ અને નાણાકીય વર્ષ 2014-15 (જે દરમિયાન 16મી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી)માં રૂ. 573.18 કરોડ હતી. નાણાકીય વર્ષ 2012-13 અને 2018-19 વચ્ચે, કોર્પોરેટ તરફથી રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 974%નો વધારો થયો છે.


BJPને સૌથી વધુ  6566 કરોડનું મળ્યું દાન


વર્ષ 2017-18થી  2022-23ના સમયગાળા દરમિયાન ઈલેક્શન બોન્ડની કુલ રકમ 11450 કરોડ રૂપિયા હતી. તેમાંથી સૌથી વધુ  6566 કરોડ BJPને, કોંગ્રેસને 1123 કરોડ, ટીએમસીને 1093 કરોડ, અને બીજુ જનતા દળને 774 કરોડ રૂપિયા મળ્યા હતા. તે ઉપરાંત ડીએમકેને 617 કરોડ રૂપિયા, AAPને 94 કરોડ, NCPને 64 કરોડ રૂપિયા મળ્યા, જનતા દળ યુનાઈટેડને 24 કરોડ રૂપિયા બોન્ડ સ્વરૂપે મળ્યા હતા, તે જ પ્રકારે અન્ય ક્ષેત્રિય પક્ષોને 1095 કરોડ રૂપિયા ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા મળ્યા હતા. જેમાં ભારત રાષ્ટ્ર સમિતિ 384 કરોડ, YSRPCને 382 કરોડ, તેલુગુ દેશમ પાર્ટીને 147 કરોડ, શિવસેનાને 101 કરોડ, જનતા દળ સેક્યુલરને 49 કરોડ, સમાજવાદી પાર્ટીને 14 કરોડ, શિરોમણી અકાલી દળને 7 કરોડ,  AIADMKને 6 કરોડ, ઝારખંડ મુક્તિ મોરચા, એમજીપી અને એસડીએફને 1-1 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડથી મળ્યા છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?