આ વર્ષ દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ છે. સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનું ખાસ મહત્વ છે.સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં બંનેનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બંનેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 03 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તેના સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે અને એટલા માટે એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ખૂબ પ્રભાવશાળી સાબિત થશે. એટલે આ વખતે દિવાળી 24 ઓકટોબરના રોજ છે તે બાદ 25 તારીખે પડતર દિવસ છે અને બેસતું વર્ષ 26 તારીખના રોજ છે.
કયા દિવસની રાજ્ય કપાઈ ?
એક પડતર દિવસ હોવાના કારણે સરકારી કર્મચારીઓ 24-25-26 માંથી 25 ઓકટોબરની રજાનું અસમંસજસ હતું. જેનું સમાધાન આવી ગયું છે. સરકારી કર્મચારીઓને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ રજા જાહેર થતાં સરકારી કર્મચારીઑની ખુશી બમણી થઈ છે. એટલે કે હવે દિવાળી અને નવા વર્ષ વચ્ચે પડતર દિવસે સરકારી કચેરીઓમા રજા રહેશે. જેના બદલામાં 12 નવેમ્બરના રોજ બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે.
ઘણા વર્ષો બાદ આવું સયોગ !!!!
જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાશે. જે 25 ઓક્ટોબરે બપોરે 02.29 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 06.32 સુધી ચાલશે. જણાવી દઈએ કે 27 વર્ષ પહેલા 1995માં દિવાળીના દિવસે જ સૂર્યગ્રહણ હતી ત્યારે આવી સ્થિતિ જ સર્જાઈ હતી.