હિંદુ ધર્મમાં દરેક વસ્તુનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે અમુક વસ્તુ અર્પણ કરવાથી ભગવાનની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ ફુલ-પુષ્પ અર્પણ કરવામાં આવે છે. તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ ફૂલો તેમજ અલગ અલગ પદાર્થ ચઢાવવાનો નિયમ બતાવામાં આવ્યો છે. પુષ્પ ભગવાનને અતિ પ્રિય માનવામાં આવે છે.
આપણા શાસ્ત્રોમાં અલગ અલગ દેવી-દેવતાઓની અલગ અલગ રીતે પૂજા કરવાનું પ્રાવધાન બતાવામાં આવ્યું છે. દરેક ભગવાનની વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ આપે છે. અનેક લોકો એવું પણ માનતા હોય છે કે સાચા દિલથી અર્પણ કરવામાં આવેલી વસ્તુનો ભગવાન સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફૂલો એવા હોય છે જે ચઢાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગલગોટાનું ફૂલ એક એવું ફૂલ છે જેને અર્પણ કરવાથી ભગવાન શીધ્ર પ્રસન્ન થાય છે.
જો તમે ભોલેનાથની આરાધના કરી રહ્યા છો તો તમારે શિવજીને પ્રસન્ન કરવા આંકડાનું ફૂલ, ચમેલી, શંખપુષ્પી, કરેણ જેવા પુષ્પો અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને તેમજ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અતિ પ્રિય માનવામાં આવે છે. ઉપરાંત વિષ્ણુ ભગવાનને તુલસી, અશોક, ચંપા, પારીજાતના પુષ્પો પણ અર્પણ કરી શકાય છે. માતાજીને આમ તો દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે પરંતુ તેમને દુર્વા, તુલસી જેવા પુષ્પો અર્પણ ન કરવા જોઈએ. ગણેશજીને દુર્વા અતિપ્રિય છે. ગણપતિજીને તુલસી સિવાય દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે.