સરકાર સ્વીકારે કે ના સ્વીકારે આરોપ સાબિત થઈ ગયા છે... હવે કોના ચહેરા પાછળ છુપાશે સરકાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-28 12:38:59

પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા જે બાદ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધા જ પોલીસ એકેડેમી વડોદરાનો યુવક મયૂર પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી. વિશાલ રાઠવાએ ઉમેદવાર છે જેના નામ સાથે ચેડા મયૂર તડવીએ કર્યા હતા. લિસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ મયુર તડવીએ ત્રીજા ક્રમે પોતાનું નામ મૂકી દીધું હતું.  


યુવરાજસિંહે ભરતીમાં ગોલમાલ થતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ 

રાજ્યમાં ભરતી કૌભાંડ થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. યુવરાજસિંહે આક્ષેપ લગાડતા કહ્યું કે આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગી ગયા છે. યુવરાજ સિંહે આક્ષેપ લગાવતા કહ્યું કે મયુર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર સીધો પોલીસ તાલીમ એકેડેમીમાં તાલીમ લેવા પહોંચી જાય છે. આ અંગે તપાસ થવી જોઈએ તેવી યુવરાજસિંહે માગ કરી હતી. મળતી માહિતી અનુસાર આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.   


જમાવટની ટીમે કરી વિશાલ રાઠવા સાથે વાત 

એવું માનવામાં આવી રહ્યું હતું કે વિશાલ રાઠવાએ પોતાની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પરીક્ષા માટે મોકલ્યો હોઈ શકે છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે તેમણે પરીક્ષા આપી છે અને સત્તાવાર રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. લીસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ તેમના નામ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મયૂર તડવીએ પોતાનું નામ મૂકી દીધું હતું. પરીક્ષામાં પાસ થયા બાદ વિશાલ રાઠવા પણ કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.        




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?