Chhotaudepurની સરહદો જ્યાં શરુ થાય છે, ત્યાં વિકાસની સરહદો પૂરી થઈ જાય છે! વિકાસની વાતો કરતા પહેલા નેતાઓએ જોવા જોઈએ આ દ્રશ્યો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-12 14:13:09

જ્યારે જ્યારે દેશમાં થયેલા વિકાસની વાતો કરવામાં આવે ત્યારે ત્યારે ગુજરાતના વિકાસ મોડલને ઉદાહરણ તરીકે પેશ કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વાતને ખોટા સાબિત કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈને આપણને વિચાર આવે કે આ ગુજરાતનો ભાગ છે? અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે છોટાઉદેપુરથી એક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં 108ની સુવિધા ન મળવાને કારણે સગર્ભાને ખાટલામાં બેસાડી જ્યાં એમ્બ્યુલન્સ આવી શકે તે જગ્યાએ તેને પહોંચાડવામાં આવી હતી. 

રસ્તાની સમસ્યાની કારણે ખાટલામાં લઈ જવાય છે સગર્ભાને 

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે માત્ર શહેરોનો જ વિકાસ કરી દેવાથી આખા ગુજરાતનો વિકાસ થઈ ગયો હોય તેવું કહેવું ખોટું છે. ગામડાઓ આજે પણ વિકાસની ઝંખના કરે છે. અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે, જેમાં રસ્તો ન હોવાને કારણે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરતા હોય છે. તો કોઈ આરોગ્યની સુવિધા મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે. ત્યારે છોટાઉદેપુરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સર્ગભાને ખાટલામાં બેસાડી લઈ જવામાં આવી રહી છે. પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા.


પાકો રસ્તો ન હોવાને કારણે નથી પહોંચતી 108ની સુવિધા  

અનેક વખત આપણે ટીકા કરતા હોઈએ છીએ કે સારો રસ્તા નથી, સારો રસ્તાઓ મેળવવાનો અધિકાર દરેક નાગરિક છે. પરંતુ તે લોકોનું શું જ્યાં સારા રસ્તો તો ઠીક પણ પાકો રસ્તો જ ન હોય? ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકો રસ્તો ન હોવાને કારણે, અનેક પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી નથી પહોંચતી. ત્યારે પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા. પાવીજેતપુરમાં કોઈ પાકા રસ્તા જ નથી જેના કારણે સગર્ભા મહિલાને 108 સુધી પહોંચાડવી મુશ્કીલ હતી. 

વિકાસની વાતો કરતા પહેલા વિચારજો વિકાસ માટે ઝંખતા ગામડાઓને  

સરકાર વિકાસની વાતો કરે છે જ્યારે, ત્યારે એક વાર એવા ગામડાઓની મુલાકાત લે જ્યાં આવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડતો હોય છે. વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ એવા અંતરિયાળ વિસ્તારની છે જ્યાં વિકાસ પહોંચ્યો જ નથી. ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે. જ્યારે પણ સરકારી અધિકારીઓ, મંત્રીઓ વિકાસ ગાથાની વાતો કરે ત્યારે આવા ગામોને યાદ કરજો જ્યાં દર્દીને આવી રીતે 108 સુધી પહોંચાડવામાં આવે છે. સત્તાધીશોને યાદ રાખવું પડશે કે આ લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે જેટલા શહેરના લોકો હોય. છોટા ઉદેપુરમાં રહેતા લોકો પણ ભારતના નાગરિક જ છે. અને એમના સુધી પણ સુવિધા પહોંચવી જોઈએ એ તેમનો અધિકાર છે. અમાદરા ગામના લોકો પાકા રસ્તાની વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સત્તાધીશો સુધી નથી પહોંચતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...