રેલવે વિભાગ ઉંઘમાંથી ક્યારે બહાર આવશે? Andhra Pradesh Train Accident બાદ વિપક્ષે પૂછ્યા સવાલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-30 10:04:57

રવિવાર સાંજે આંધ્રપ્રદેશમાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી જેમાં 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંક હજી વધી પણ શકે છે તેવી સંભાવના પૂરેપૂરી છે. ભારતમાં આવો ટ્રેન અકસ્માત પહેલી વખત નથી થયો. અનેક એવા ટ્રેન અકસ્માત થયા છે જે ભીષણ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક ભીષણ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનાને પગલે વિપક્ષે સરકારને ઘેરી છે. અનેક રાજનેતાઓએ આ ઘટનાને સઈ ટ્વિટ કરી છે, અને સરકારને સવાલ પૂછ્યા છે.

દુર્ઘટનામાંથી નથી લેવાતો બોધપાઠ  

આપણે ત્યાં જ્યારે જ્યારે કોઈ અકસ્માત સર્જાય છે તે બાદ એક-બે દિવસ સુધી એ દુર્ઘટનાને યાદ રાખીએ છીએ. શોક વ્યક્ત કરીએ છીએ વગરે વગેરે.. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની ચર્ચા કરીએ છીએ. શું કર્યું હોત તો આ દુર્ઘટના ના સર્જાઈ હોત તેવી વાતો સામાન્ય માણસ કરતા હોય છે. કદાચ આવી વાતો કેન્દ્રીય મંત્રીઓ પણ કરતા હશે. અકસ્માત કયા કારણોસર સર્જાય છે તે જાણવા માટે કમિટીની રચના કરવામાં આવે છે, તે મામલે તપાસ થાય છે, રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ તે બાદ કાર્યવાહી નથી કરવામાં આવતી... આગળ જે દુર્ઘટના સર્જાઈ હોય છે તેમાંથી કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો . 


ઓડિશામાં સર્જાયો હતો આવો જ ભીષણ ટ્રેન અકસ્માત

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવો જ એક અકસ્માત થોડા સમય પહેલા ઓડિશામાં સર્જાયો હતો. ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે વખતે પણ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવામાં આવી હશે, આવી દુર્ઘટનાઓને કેવી રીતે ટાળવી તે અંગે ચર્ચા કરવામાં આવી હશે પરંતુ તે બધાનું પરિણામ શું આવ્યું? ફરી એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 13 લોકોના મોત તો થઈ ગયા છે અને આ આંકડો વધશે તેવી પૂરેપૂરી સંભાવના છે. 

મમતા બેનર્જીએ રેલવે વિભાગને પૂછ્યા આ સવાલ

આ વાતને લઈ વિપક્ષ દ્વારા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજનેતાઓએ આ દુર્ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યું છે અને સરકારને સવાલ પણ પૂછ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ પૂછ્યો છે કે રેલવે વિભાગ ઉંઘથી ક્યારે બહાર આવશે? તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે...   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?