Rajasthan, Madhya Pradesh સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે? Election Commission કરશે આ અંગે જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-09 09:37:29

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણી તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તારીખની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે થવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી આ તારીખ અંગેની માહિતી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયાથી લઈ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે. આવી મીહિતી સામે આવી રહી છે.અલગ અલગ તારીખો તેમજ અલગ અલગ ચરણમાં આ ચૂંટણી સંપન્ન થશે તેવી માહિતી સામે આવી છે.  

રાજય વિધાનસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટે ચુંટણીવડા તેમજ સામાજીક અને  શૈક્ષણિક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.

12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ 

ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી સંભાવના છે. 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્વક સંપન્નઃ પ૩.૩૮% મતદાન

પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન 

મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17મી ડિસેમ્બરે પૂરો થાય છે, જ્યારે રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14મી જાન્યુઆરીએ, મધ્યપ્રદેશનો કાર્યકાળ 6મી જાન્યુઆરીએ, તેલંગાણાનો 16મી જાન્યુઆરીએ અને છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3જી જાન્યુઆરીએ પૂરો થાય છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ત્યારે ચૂંટણી માટે કઈ તારીખ આવે છે તેની પર સૌ કોઈની નજર છે.    

સ્ટોરી અપડેટ થઈ રહી છે.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?