Gujaratમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-20 14:21:10

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવાસમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... પહાડી વિસ્તારમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...ગાંધીનગર સૌથી ઠંડી શહેર બન્યું છે.. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

લોકો આતુરતાથી ઠંડી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા... ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ફેરફાર આવી રહ્યો છે... ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 19.7 નોંધાયું છે જ્યારે ડીસાનું તાપમાન 16.4 નોંધાયું છે.. વડોદરાનું તાપમાન 17 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું છે... નલિયાનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે...



ડિસેમ્બરમાં વધી શકે છે ઠંડીનું પ્રમાણ

મહત્વનું છે કે નવેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ જાય છે સામાન્ય રીતે પરંતુ આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ છે.... અનેક વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે.. ડિસેમ્બર મહિનામાં વધારે તાપમાનના પારામાં ઘટાડો થવાની સંભાવના છે.... કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ જશે આવનાર સમયમાં તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.. 



રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...

શબ્દો.. બાળી પણ શકે છે અને શબ્દો તારી પણ શકે છે.. જ સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ફાયદો થાય છે અને જો ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે...