નર્મદા ડેમમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ, જાણો સરદાર સરોવર નિગમના અધિકારીએ શું આપ્યું કારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-22 16:48:33

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અનેક જગ્યાઓથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. નર્મદા ડેમમાં અચાનક પાણી છોડવામાં આવ્યું જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ડેમમાં પાણીની ભરપૂર આવક તો થઈ પરંતુ તે જે સ્થિતિ સર્જાઈ તે વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. નર્મદા તેમજ ભરૂચમાં લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે દ્રશ્યો તમે જોયા હશે. વિવાદોમાં ઘેરાયેલાં સરદાર સરોવર નર્મદા નિગમે નર્મદા ડેમમાં અચાનક પાણી આવવા પાછળ અલગ જ કારણ બતાવ્યું. 



સરદાર સરોવર નિગમે આપ્યું આ કારણ!

વિવાદોમાં ઘેરાયેલા સરદાર સરોવર નિગમે એક યાદી બહાર પાડી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક વાદળ ફાટવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યાદીમાં જણાવ્યા અનુસાર ઓગષ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો. પહેલી ઓગષ્ટે નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિની બેઠક મળી હતી. જેમાં 4 સપ્ટેમ્બરનું નર્મદા ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઇએ તેમ નકકી થયું હતું.


પરંતુ તે દિવસે નર્મદા ડેમની સપાટી 133.73 મીટર હતી. સપાટી ઓછી હોવા છતાં રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન ચાલુ હતાં.  વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ઠલવાતું હતું. પાણીની બચત કરવાના આશયથી 6 સપ્ટેમ્બરથી આરબીપીએચ બંધ કરી દેવાયું હતું. તો બીજી તરફ 6 સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન સરદાર સરોવર પરિયોજનાના ઉપરવાસમાં ખૂબ ઓછો વરસાદ થયો હતો.


નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ પડ્યો જ્યારે 16 અને 17 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે આ સમયકાળ દરમિયાન ઉપરવાસનો મુખ્ય ડેમ એવો ઈન્દિરાસાગર પૂરેપૂરો ભરાઇ ગયો. ડેમ છલોછલ ભરાઈ જવાને કારણે તમામ પાણી નર્મદા ડેમ તરફ છોડાઈ રહ્યું હતું. એવું પણ કારણ દર્શાવવામાં આવ્યું કે ઇન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 16મીએ રાત્રે સરદાર સરોવરમાં પાણીની આવક 21.75 લાખ કયુસેક નોંધાઇ હતી.


17 સપ્ટેમ્બરના દિવસે છોડાયું 18 લાખ ક્યુસેક પાણી

સેન્ટ્રલ વોટર કમિશન તરફથી નોંધપાત્ર આગાહી ન હોવા છતાં 16મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાંથી 45 હજાર કયુસેક ત્યાર બાદ 12 કલાકે 1 લાખ કયુસેક, બપોરે 2 કલાકે 5 લાખ કયુસેક અને સાંજે 5 વાગ્યે 8 લાખ કયુસેક પાણી છોડયું હતું. ડેમ માં મહત્તમ 21.75 લાખ કયુસેક પાણીની આવક સામે 17 સપ્ટેમ્બરની વહેલી સવારે નર્મદા ડેમમાંથી 18.62 લાખ કયુસેક પાણી છોડાયું હતું. 


ગ્રામજનોએ લીધો મંત્રીઓનો ઉધડો!

એકાએક ડેમમાં પાણી છોડવામાં આવતા ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. ગામોને એલર્ટ તો કરવામાં આવ્યા હતા. પરંતુ પૂરને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે વિનાશકારી છે. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે કોઈ નેતા કે અધિકારી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મુલાકાતે આવેલા પદાધિકારીઓને કહ્યું કે તમારી ચાપલૂસીનો ભોગ અમારે બનવું પડી રહ્યું છે. ધારાસભ્યને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?