Gandhinagarની વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે રજા છે, અધ્યાપકોએ કર્યો Mass bunk! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-20 17:02:54

આપણે ત્યાં કહેવત છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ વાત એટલા માટે યાદ કરવી પડી કારણ કે ગુજરાતના પાટનગરમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રધ્યાપકોએ વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવ્યા હતા અને પછી પોતે જ રજા રાખી લીધી હતી જેના કારણે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ પાછો ગાંડો થયો? શિક્ષક વગરની કોલેજ કેવી રીતે ચાલશે. ઉંમરના કારણે છોકરાઓ તો છોકરમત કરતા હોય પણ અનુભવિ શિક્ષકો જ આવું કરવા લાગે તો એ કેટલું યોગ્ય કહેવાય? 



વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા પરંતુ પ્રદ્યાપકોએ રજા પાડી 

ગાંધીનગર ખાતેની વિનયન કોલેજમાં આજે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પણ ભણાવવા માટે કોઈ શિક્ષકો હાજર રહ્યા ન હતા. ભણવા માટે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી કોલેજ પહોંચ્યા હતા પણ અધ્યાપકોએ સ્વયંભૂ રજા રાખી લેતા તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે કોલેજના આચાર્ય હાજર હતા પણ તેમના સિવાય કોઈ પ્રાદ્યાપકો હાજર રહ્યા ન હતા અને રજા પાડી દીધી હતી. સામાન્ય રીતે ગાંધીનગરની આ કોલેજમાં આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. પણ દૂર દૂરથી કોલેજ પહોંચેલા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પહોચ્યા ત્યારે કોલેજના પ્રાદ્યાપકો તો ત્યાં હાજર જ ન હતા. 


રજાની જાણકારી પ્રદ્યાપકોને અપાઈ પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ 

ગુજરાત યુનિવર્સિટી હેઠળ હાલ યુથ ફેસ્ટિવલ ચાલે છે તો કોલેજમાં યુથ ફેસ્ટિવલની રજા જાહેર કરવામાં આવી હતી. તકલીફ એ થઈ કે યુથ ફેસ્ટિવલની રજાની જાણકારી કોલેજ તંત્ર તરફથી શિક્ષકોને તો કરવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓને કહેવાનું ભૂલાઈ ગયું હતું. જો કે અદ્યાપકોનો આમાં કોઈ વાંક નથી વાંક વિદ્યાર્થીઓ સુધી માહિતી ન પહોંચાડનારનો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?