અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.. અમદાવાદમાં જેવી રીતે રથયાત્રા નીકળે છે તેવી રીતે ભાવનગરમાં પણ રથયાત્રા નીકળી. ગઈકાલે ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં એક ટેબ્લો એવો હતો જેમાં ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના બેનરો લાગ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ, હરણી કાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓના પોસ્ટર લાગ્યા હતા. પોલીસે આ ટેબ્લોમાંથી આ બધા પોસ્ટરો હટાવી દેવડાવ્યા અને ટેબ્લો પણ હટાવી દેવાયો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..
રથયાત્રાના ટેબ્લામાં લગાવાયેલા પોસ્ટરો પોલીસે હટાવી દીધા!
જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આવી દુર્ઘટનાઓ ના થાય.. ગઈકાલે અનેક લોકોએ રથયાત્રા દરમિયાન આવી પ્રાર્થના ભગવાનને કરી હશે.. રથયાત્રા દરમિયાન Unique ટેબ્લો લોકોનું ધ્યાન ખેંચતું હોય છે.. અનેક ટેબ્લા એવા હોય છે જેમાં નાગરિકોને જાગૃત કરવાની ભાવના રહેલી હોય છે.. ભારે ઉત્સાહ સાથે લોકોએ રથયાત્રામાં ભાગ લીધો. રથયાત્રામાં નીકળતા ટેબ્લા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે સુરત તક્ષશિલાકાંડ , રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ કાંડ. ભાવનગરની રથયાત્રામાં તક્ષશિલા, રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો.
પોલીસ દ્વારા બેનરો હટાવી દેવાથી લોકોમાં જોવા મળ્યો રોષ
લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી આ ટેબ્લો નીકળ્યો હશે.. લોકો આવી દુર્ઘટનાઓને ભૂલી ના જાય, પીડિત પરિવારને ન્યાય મળે તેવી આશા હશે પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતા .પોલીસ દ્વારા આ બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રાજકોટ અને હરણી કાંડ પર ટેબ્લો બનાવનારા લોકોએ એ તર્ક આપ્યો છે કે , અમે વાલીઓને જાગૃત કરવા માંગતા હતા , આવી અસલામત જગ્યાએ પોતાના બાળકોને ના મોકલવા. અને માટે જ જાગૃતિ મળે તે માટે પ્લોટ બનાવવામાં આવેલો પણ પોલીસના લોકોએ આવી આ બેનરો ફાડી નાખ્યા, અને ટેબ્લો પણ લઇ લેવાયો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..