જો સાસુ જમાઈ સાથે લગ્ન કરવાની જીદ પકડે તો! Ahmedabadમાં બની આવી ઘટના જેમાં સાસુ પડી જમાઈના પ્રેમમાં, વાંચો વિચિત્ર પ્રેમકહાનીનો કિસ્સો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-13 13:21:25

ગુજરાતમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ લાગે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. ત્યારે પૂર્વ અમદાવાદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાઈ સાથે લગ્ન કરવાની જીદ દીકરીના માતાએ પકડી. આ લાઈન વાંચીને થયું હશે કે આવું થોડી શક્ય છે. પરંતુ ના આ વાત સત્ય છે. આવી ઘટના સાચે બની છે. સાસુ દીકરી અને જમાઈને અલગ અલગ કારણો આપી પોતાના ત્યાં બોલાવતી હતી. જ્યારે તેઓ ઘરે આવી જાય ત્યારે દીકરીને કોઈ કામના બહાને બહાર મોકલી દેવામાં આવતી અને ઘરમાં સાસુ જમાઈનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. ત્રણ વર્ષથી ચાલતા આ પ્રેમ પ્રકરણની જાણ દીકરીને ત્યારે થઈ જ્યારે પાડોશીઓ આ વાતની જાણ તેને કરી. 



જમાઈ સાથે લગ્ન કરવાની સાસુને થઈ ઈચ્છા!

આપણે હંમેશા જોઈએ છીએ કે જો દીકરીનું ઘર ભાંગવાને આરે આવ્યું હોય, છુટાછેડા સુધી વાત પહોંચી ગઈ હોય ત્યારે દીકરીનું ઘર બચાવવા માતા પિતા અનેક પ્રયાસો કરતા હોય છે. અનેક રીતે વાતને સુલઝાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ જો માતા જ પોતાની દીકરીનું ઘર ભાંગે તો? પૂર્વ અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાઈ સાથે લગ્ન કરવાની જીદ સાસુએ પકડી હતી. સાસુ જમાઈના પ્રેમમાં પડી ગઈ અને દીકરીને કહેવા લાગી કે હું એકલી છું, મારે તેની જરૂર છે. જમાઈ પણ રંગીન મિજાજનો હતો. તેણે પણ સાસુને રોકવાનો પ્રયત્ન ન કર્યો. માતાના આવા શબ્દો સાંભળી દીકરીની નીચેથી જમીન સરકી ગઈ. તે આ વાક્ય પર વિશ્વાસ કરી ન શકી.  



દીકરીને કામના બહાને બહાર મોકલી સાસુ-જમાઈ કરતા હતા ઈલુ-ઈલુ! 

પ્રેમમાં પાગલ બનેલી સાસુ જમાઈ સાથે સમય વીતાવા માટે અનેક રસ્તાઓ અપનાવતી. વિવિધ કારણો બતાવી દીકરીને જમાઈને પોતાને ત્યાં બોલાવતી. અને દીકરીને કામના કારણોસર બહાર મોકલી દેવાતી અને ઘરમાં સાસુ-જમાઈ સમય વિતાવતા હતા.  ત્રણ વર્ષ સુધી દીકરીને આ ચક્કર વિશે ખબર જ ન પડી. આખી પ્રેમકહાનીનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે પાડોશીએ આ અંગેની જાણ દીકરીને કરી. હંમેશાની જેમ એકબીજા સાથે સમય વીતાવવા દીકરીને ઘરની બહાર મોકલી દેવામાં આવી પરંતુ આ વખતે જ્યારે દીકરી બહાર ગઈ ત્યારે તે નિર્ધારિત સમય પહેલા પાછી ફરી. કારણ કે આ આખા પ્રેમપ્રકરણની જાણ પાડોશીએ તેને કરી દીધી હતી. ઘરમાં રહેલી માતા અને પતિને પ્રેમાલાપ કરતા જોઈ દીકરી પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શકી. એ દ્રશ્યો જોઈ દીકરી પોતાને રોકી ન શકી અને અંદર જતી રહી.  



પાડોશીએ આપી પ્રેમપ્રકરણ અંગે દીકરીને માહિતી 

માતા અને પતિના કારસ્તાનની વાત સાંભળી દીકરી હોશ ખોઈ બેઠી. માતા સાથે દીકરીએ ઝઘડો કર્યો ત્યારે માતા બોલી બેઠી કે હું એકલી છું, મારે તેની જરૂર છે. મારે તારા પતિ સાથે લગ્ન કરવા છે. દીકરીને કહે છે કે તારે જતા રહેવું હોય તો જતી રહે. દીકરીએ મદદ માટે હેલ્પલાઈનની મદદ લીધી. સાસુને સમજાવવાનો પ્રયાસ કાઉન્સિલરોએ કર્યો પરંતુ સાસુ ટસની મસ ન થઈ. જમાઈ સાથે લગ્ન કરવાની ઈચ્છા કરવામાં સાસુએ મક્કમતા દર્શાવી. અને અંતે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?