ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની મૌસમ ચાલી રહી છે. અને નેતાઓએ પક્ષ છોડી દીધો છે, પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. હમાણાં પરિસ્થિતિ એવી છે કે ભાજપમાં ભરતી મેળો પ્રતિદિન જોવા મળે છે. હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષપલટો કર્યા બાદ નેતાના, ધારાસભ્યોના સૂર બદલાઈ જતા હોય છે. પક્ષ પલટો કરનાર પર પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે...
ખબર નહીં એ ખેસમાં એવો શું જાદું હોય છે કે....!
ચૂંટણીનો સમય નજીક હોય તેમ તેમ રાજકીય પાર્ટીમાં ભરતી મેળો થતો હોય છે. જે પક્ષમાં વર્ષો સુધી રહ્યા હોય તે પક્ષનો સાથ છોડતા નેતાઓને એક ક્ષણ પણ નથી લાગતી! જે પક્ષ વિરૂદ્ધ પહેલા નિવેદનો આપ્યા હોય તે જ પક્ષમાં જવાનું અને પછી એ જ પક્ષની વાહવાહી કરવાની...! તાજેતરમાં અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષ પલટો કરી લીધો. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા પછી આપણને એક સવાલ થાય કે એવો તો શું જાદુ હશે એ ખેસમાં કે બધું સારૂં જ લાગવા લાગે...! ના માત્ર કોંગ્રેસની પરંતુ આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ પણ કંઈ આવી જ છે. આ પાર્ટીમાંથી પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે.
પાલભાઈ આંબલિયાએ પક્ષપલટો કરનારને લઈ આપ્યું નિવેદન
કોંગ્રેસના અનેક નેતાઓના નિવેદનો આપણી સામે છે જેમાં તે પક્ષ પલટો કરનાર વ્યક્તિને લઈ બોલતા હોય છે. પક્ષપલટો કર્યો તે બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે પક્ષપલટો કરનાર લોકોને લઈ વાત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પક્ષ પલટો કરનાર પર નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે. તે સિવાય પણ તેમણે પક્ષપલટો કરનાર વિરૂદ્ધ આકરા પ્રહાર કર્યા છે.