Jamawatની ટીમે જ્યારે Congressના આદિવાસી નેતા Anant Patelને પૂછ્યું કે તમે ભાજપમાં જવાના? જવાબ આપતા અનંત પટેલે કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-11 09:51:00

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગેસના અનેક નેતાઓ, ધારાસભ્યો પક્ષને છોડી ભાજપમાં જઈ રહ્યા છે. આવનાર દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. હજી પણ અનેક ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી શકે છે તેવી વાતો ચાલી રહી હતી અને આ બધા વચ્ચે અનંત પટેલ ભાજપમાં જશે કે નહીં તેની ખબર પડી ગઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અનંત પટેલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોંગ્રેસમાં  જ રહેવાના છે. 

ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા હતા અનંત પટેલ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં હતી. ગઈકાલે આ યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડોયા હતા. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે ભરૂચમાં દેખાયા હતા. આ યાત્રામાં સામેલ થવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડોયા હતા. ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા જમાવટની ટીમે તેમને પ્રશ્ન પૂછ્યો કે તે ભાજપમાં જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે તેમને ભાજપમાંથી ઓફર નથી મળી! તેઓ ભાજપમાં નહીં જાય તેવી વાત અનંત પટેલે કરી છે. 


ભાજપમાં શરૂ થઈ ગયો છે ભરતીમેળો!

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા થોડા સમયની અંદર જ કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે અને આવનાર સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવેલી વાત સાચી છે કે પછી બીજા રાજનેતાઓના જેવી સાબિત થાય છે. કારણ કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે રાજનેતાઓ હમણાં ના પાડતા હોય છે પરંતુ થોડા દિવસ બાદ ખબર પડે છે કે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું રાજનેતાઓની નામાં હા છુપાયેલી હોય છે તે એક પ્રશ્ન છે..?          



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...