દાદાની હાલત બગડી તો હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક! જુઓ Social Media પર વાયરલ થયો વીડિયો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 11:39:26

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જે દિલને સ્પર્શ કરી લેતા હોય છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે. આવા દ્રશ્યો સામાન્ય રીતે નથી જોવા મળતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક વડીલની જાન બચાવવા માટે બાઈકને હોસ્પિટલની અંદર લઈ આવે છે. લોકોને આ વાયરલ વીડિયો જોવો ખૂબ પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક!

જ્યારે કોઈ બીમાર હોય ત્યારે સારવાર માટે તે હોસ્પિટલ જતા હોય છે. ચાલવામાં સક્ષમ માણસ હોય તો તે ચાલીને જતા હોય છે અને ચાલવામાં અશક્ત હોય તો વ્હીલચેરમાં બેસીને જતા હોય છે અથવા તો એમ્બ્યુલન્સમાં જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે એક બિમાર વ્યક્તિને લઈ. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે મધ્યપ્રદેશનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. 



અલગ અલગ યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યક્તિ બાઈકમાં સારવાર માટે લઈને આવ્યા છે તે તેના દાદા હતા અને તો બીજા મીડિયા રિપોર્ટ અનુસાર તે વ્યક્તિ હોસ્પિટલનો કર્મચારી હતો.સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને જોવા પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો આ વીડિયોને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર અલગ અલગ યુઝર્સે રિએક્શન આપ્યું છે. આ વીડિયો પર તમારી શું પ્રતિક્રિયા છે તે અમને કમેન્ટમાં જણાવો.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...