રસ્તો બનાવાનો કીધો, તો કોન્ટ્રાક્ટરે આવો રસ્તો બનાવ્યો! જુઓ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર Radhanpurમાં બનાવાયો રસ્તો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 09:25:14

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરવામાં આવે છે. અનેક વખત એવા પણ મુદ્દાઓ ઉઠે છે કે ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. લોકોને પાકા રસ્તા મળે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. શહેરોમાં તો હજૂ પણ રસ્તાઓની હાલત સારી છે પરંતુ ગામડાઓમાં તો રસ્તાઓની હાલત બિસ્માર છે. સારા રસ્તા બનાવી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. સારા રસ્તા તો બની જાય છે પરંતુ તે મજબૂત નથી હોતા જેને કારણે માત્ર થોડા સમયની અંદર રસ્તાઓ તૂટી જાય છે. ત્યારે રાધનપુરમાં પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ, રસ્તો પણ બની ગયો પરંતુ રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર. 

વીજપોલ હટાવ્યા વગર જ બનાવાઈ દેવાયો રોડ   

ઓછી ગુણવત્તાનો માલ સામાન વપરાતો હોવાને કારણે અનેક વખત રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અથવા તો માત્ર થોડા સમયની અંદર જ ખાડાઓ પડી જતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતો હોય છે. અનેક જગ્યાઓ પર પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાધનપુરથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાંચી વિસ્તારમાં રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હતું, રસ્તાની વચ્ચોવચ વીજપોલ આવતો હતો. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. રસ્તાની વચ્ચો વચ વીજપોલ છે. આ રસ્તો બનાવવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેની પર લોકો હસે કે રડે તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.  


આ રસ્તા પર જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? 

મહત્વનું છે કે આ રસ્તાની વચ્ચોવચ જે વીજપોલ મૂકવામાં આવ્યો છે તેને કારણે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે જે રીતે વીજપોલને મધ્યમાં રાખીને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને કારણે રાત્રીના સમયે વીજપોલ વાહનચાલકોને દેખાય તે થોડુ અઘરૂ માનવામાં આવી રહ્યું છે. 



આવા રસ્તાનો શું લાભ જેનો થઈ ના શકે ઉપયોગ 

રસ્તાનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ તે રસ્તાનો ઉપયોગ લોકો કરી શકશે તે એક પ્રશ્ન છે, કારણ કે રસ્તાની વચ્ચોવચ પોલ હોવાને કારણે ગાડીઓ અથવા તો મોટા વાહનો પસાર થઈ શકવાના નથી. કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ લોકોમાં રોષ ભરાયો છે. કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વનું છે કે રસ્તો હોવો જરૂરી છે પરંતુ રસ્તો બન્યા પછી પણ જો તે ઉપયોગમાં ન આવી શકે તો તે શું કામનું?    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?