Morbi અંગે પ્રશ્ન પૂછાતા BJPના મંત્રી Bhanuben Babariya પત્રકારના સવાલોથી ભાગ્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 17:05:43

આપણા રાજ્યમાં કોઈ ઘટના કે દુર્ઘટનાઓ થાય તો સ્વાભાવિક રીતે  આપણે આશા રાખીએ કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ નેતાઓ અને મંત્રીઓ તે મુદ્દા ઉપર જવાબ આપે, અને એ સુનિશ્ચિત કરે તેવી ઘટના ફરીથી નહીં થાય. થોડા દિવસ પહેલા જ મોરબીમાં એક દલિત યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો એને ઢોર મારવામાં આવ્યો. આ મુદ્દે અત્યારે કાર્યવાહી પણ થઈ રહી છે આરોપી પોલીસની પકડમાં પણ છે અને આગળ કાયદાકીય રીતે કાર્યવાહી થશે. આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે કે ભાનુબેન બાબરીયાને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન પર જવાબ આપવાની જગ્યાએ મંત્રીએ ચાલતી પકડી હતી. 

પોલીસ કસ્ટડીમાં છે રાણીબા!

મોરબીમાં થોડા સમય પહેલા પગાર માગવા ગયેલા યુવક સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેને ચપ્પલ ચટાડવામાં આવ્યું અને ઢોરની જેમ મારવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ  કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાણીબા સહિતના લોકોના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આવી ઘટનાઓ પ્રતિદિન વધી રહ્યા છે. આ ઘટના પર ભાજપના ધારાસભ્યો મૌન ધારણ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ પર સ્વાભાવિક રીતના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી એટલે ભાનુબેન બાબરીયાને સવાલ કરવો પડે કે સમાજમાં હજુ પણ જ્યારે આવી ઘટનાઓ બને છે તો તમે શું કરશો?



મોરબીની ઘટના અંગે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું ત્યારે.... 

આ અંગેનો પ્રશ્ન ભાનુબેન બાબરીયાને પૂછવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગઈકાલે ભારત વિકાસ સંકલ્પ યાત્રનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા હાજર હતા. કાર્યક્રમ વિશે જ્યારે ભાનુબેનને પૂછવામાં આવ્યું તો ભાનુબેન સરસ રીતે તેનો જવાબ આપ્યો પણ પછી જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે મોરબીમાં ઘટના બની છે એના પર તમારું શું કહેવું છે તો ભાનુબેન બાબરીયા મૌન રહ્યા અને ત્યાંથી નીકળી ગયા. 



જો મંત્રીઓ આ વિશે જવાબ નહીં આપે તો....

ધારાસભ્ય જતા રહ્યા એ વીડિયો જોયો તે બાદ થયું કે આવું તો અનેક વાર થયું છે. મોરબીની ઘટના હોય કે પછી આ દલિત અત્યાચારની ઘટના હોય આવા મુદ્દાઓ પર જ્યારે મંત્રીઓને સવાલ પૂછવામાં આવે ત્યારે તે ભાગતા દેખાય છે. જો મંત્રીઓ જ આવી ઘટનાઓ વિશે નહીં બોલે તો કોણ જવાબ આપશે?



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...