લોકસભા ચૂંટણી તેમજ અનેક રાજ્યોમાં વિધાનસભાની અનેક બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. બૂથ કેપ્ચરિંગના અનેક વીડિયો આપણી સામે આવ્યા છે..ત્યારે આંધ્ર પ્રદેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય પોલિંગ બુથ પર પહોંચે છે અને ઈવીએમને તોડી નાખે છે... આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.
અનેક એવા વીડિયો વાયરલ થયા છે જે સવાલ કરે છે કે..
દેશમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે.. લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા મતદાન અંતર્ગત માત્ર બે તબક્કા ચૂંટણીના બાકી છે.. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરતી હોય છે.. બુથ કેપ્ચરિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય છે... ત્યારે આંધ્રપ્રદેશનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્યાંની સત્તારૂપ પાર્ટીના ધારાસભ્ય ઈવીએમ મશીનને તોડતા દેખાય છે..
વીડિયો સામે આવતા આપી દેવાયા તપાસના આદેશ
જે વીડિયો સામે આવ્યો છે YSRCPના MLA પી રામકૃષ્ણ રેડ્ડી દેખાઈ રહ્યા છે . તેઓ પોલિંગ બુથમાં ઘૂસીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે EVMને તોડી નાખે છે. અહીં એ પણ માહિતી સામે આવી રહી છે કે, આ MLA પી. રામકૃષ્ણ રેડ્ડીએ પોલિંગ સ્ટાફને પણ ધમકાવ્યા હતા . જો કે જેવી જ આ ઘટના સામે આવી કે ઇલેકશન કમિશને તરત જ તપાસ શરુ કરી દીધી. આ ઘટના કથિત રીતે ૧૩ મેના દિવસની હોવાની જાણકારી સામે આવી છે. ઇલેકશન કમિશને કહ્યું છે કે , વીડિયો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને તપાસમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.