ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દ્વારા ઠપકો આપ્યા બાદ WhatsAppએ માફી માંગી છે. વોટ્સએપે કહ્યું છે કે તે અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગે છે અને ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશે. વાસ્તવમાં, મેટાની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારતનો નકશો ખોટી રીતે બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપના આ કૃત્ય માટે વોટ્સએપને ઠપકો આપ્યો હતો અને વીડિયોમાં સુધારો કરવા કહ્યું હતું. અગાઉ પણ, મંત્રીએ ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ ઝૂમના સીઈઓ એરિક યુઆનની ઠપકો આપ્યો હતો.
Thank you Minister for pointing out the unintended error; we have promptly removed the stream, apologies. We will be mindful in the future.
— WhatsApp (@WhatsApp) December 31, 2022
કેન્દ્રીય મંત્રીએ પ્રતિબંધની ચેતવણી આપી
Thank you Minister for pointing out the unintended error; we have promptly removed the stream, apologies. We will be mindful in the future.
— WhatsApp (@WhatsApp) December 31, 2022કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મંત્રીરાજીવ ચંદ્રશેખરે વ્હોટ્સએપના વીડિયોનો જવાબ આપતાં કહ્યું, "પ્રિય વ્હોટ્સએપ, તમને ભારતના નકશાની ભૂલને શક્ય તેટલી વહેલી તકે સુધારવાની વિનંતી કરવામાં આવે છે. તમામ પ્લેટફોર્મ કે જ ભારતમાં વેપાર કરે છે અથવા ભારતમાં વેપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તે તમામ પ્લેટફોર્મ્સે ભારતનો સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.
વોટ્સએપે ભૂલ સુધારી
કેન્દ્રીય મંત્રીના ટ્વીટ બાદ વોટ્સએપે ભૂલ સુધારી અને ટ્વીટ કર્યું કે અણધારી ભૂલ દર્શાવવા બદલ આભાર. અમે તરત જ વીડિયો હટાવી દીધો છે, માફી માંગીએ છીએ. અમે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખીશું.