આજના જમાનામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે વોટ્સએપ નહીં વાપરતો હોય. સામાન્ય લોકો પોતાનો સમય મુખ્યત્વે વોટ્સએપ પર પસાર કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા વોટ્સએપમાં નવા ફિચરને ઉમેરવામાં આવ્યો છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. માર્કે લખ્યું હતું કે આજથી તમે વધુમાં વધુ 4 ફોનમાં એક વોટ્સએપ અકાઉન્ટ લોગિન કરી શકશો. મહત્વનું છે કે આવું ફિચર લાવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી હતી.
એક વોટ્સએપ એકાઉન્ટથી લીંક થઈ શકે છે ચાર ફોન!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા સમયથી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર હોય કે પછી વોટ્સએપ હોય તેમાં નવા નવા ફિચર્સ એડ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપને લઈ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે મુજબ એક વોટ્સએપ એકાઉન્ટ ચાર ફોનમાં વાપરી શકાશે. આ ફિચરને કમ્પેનિયન મોડ ફિચર કહવામાં આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સને મલ્ટી ડિવાઈસનો સપોર્ટ મળશે.આ ફિચરની મદદથી યૂઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટ બીજા ડિવાઈસમાં પણ યૂઝ કરી શકશે. આ ફિચરની માગ લાંબા સમયથી કરવામાં આવી હતી. યુઝર્સે માગ કરી હતી કે અનેક ડિવાઈઝમાં એકાઉન્ટ લોગીન કરી શકે તેવો ફિચર લાવવામાં આવે.
લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
ટ્વિટર પર આ વસ્તુ ટ્રેન્ડ થઈ રહી છે. જે બાદ આ ફિચરને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ ફેવિકોલની એડને યાદ કરી તો કોઈએ બ્રેકઅપની વાત કરી.