કુસ્તીબાજોનો શું હશે નિર્ણય? કુસ્તીબાજોએ સરકારને આપેલો સમય આજે થાય છે પૂર્ણ! જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-15 12:41:40

બ્રિજભૂષણ શરણસિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મામલે આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કુસ્તીબાજો આજે ધરણા કરશે કે પોતાના કામ પર પરત ફરશે તે  આજે નક્કી થઈ શકે છે. કારણ કે સરકારને કુસ્તીબાજોએ આ મામલે કાર્યવાહી થાય તે માટે 15 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની અવધી આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે આગળ કઈ દિશામાં આ વિરોધ પ્રદર્શન થશે કે નહીં તે આજે લગભગ ખબર પડી શકે છે. 


બ્રિજભૂષણ શરણ સિંહની કરવામાં આવી હતી પૂછપરછ!

ભાજપના સાંસદ બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ જાતિય શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ લગાવ્યા હતા. આ મામલે ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. પહેલવાનોએ ધરણાસ્થળને જ અખાડો બનાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક દિવસો પસાર થઈ ગયા છતાં તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. મહત્વનું છે કે આ મામલે બ્રિજભૂષણ શરણસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ જે માગ સાથે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે તે હજી સુધી નથી સંતોષાઈ. 


15 જૂન સુધીનો પહેલવાનોએ આપ્યો હતો સમય!

વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. જે બાદ કેન્દ્ર સરકારે પહેલવાનો સાથે વાતચીત કરવા તેમને આમંત્રણ આપ્યું હતું. અનુરાગ ઠાકુર સાથે પહેલવાનોએ અનેક કલાકો સુધી બેઠક કરી હતી. તે બાદ 15 જૂન સુધી વિરોધ ન કરવાનો સ્વીકાર કુસ્તીબાજોએ કર્યો હતો. સરકારને 15 જૂન સુધીનો સમય કુસ્તીબાજોએ આપ્યો હતો ત્યારે આજે તે અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે કુસ્તીબાજો કેવી રીતે પોતાનો વિરોધ આગળ વધારે છે તે જોવું રહ્યું.            




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?