દિકરીની સોગંદ ખાઈ લો છો, પૂજા કરો છો પણ દિકરાને કોઈ દિવસ સમજાવ્યું છે કે પ્રસવની પીડા કેટલી ખતરનાક છે?


  • Published By : Admin
  • Published Date : 2024-11-12 16:30:07

સ્ત્રી યોની પુરતી સિમિત નથી!

શું તમે પ્રસવની પીડા અનુભવતિ સ્ત્રીને જોઈ છે? કોઈ પણ સ્ત્રીના ઓપરેશનના ઘાને જોયો છે? એ કેટલું રક્ત વહાવીને સંતાન પેદા કરે છે એ તમને ખબર છે? અને જો તમને આ બધું જ ખબર છે તો છતાંય એ સ્ત્રી અને એની યોની શું કામ તમારા ક્ષણીક આવેગનું કેન્દ્ર પુરતી સિમિત છે?


એ દિવસે વસ્ત્રાપુરમાં શું થયું? તમે પણ દિકરી સાથે ફરવા જાવ છો સાવધાન થઈ જાવ!

મારા ખુબ નજીકના પરિવારની 5 વર્ષની દિકરી વસ્ત્રાપુર તળાવ પાસે ફરવા ગઈ, ઘોડા પર બેસી, ઘોડા વાળાને 5 વર્ષની દિકરીમાં કોઈ શક્તિ કે સન્માન આપવા પુરતું તો ના જણાયું, પણ એને તો એ બાળક પણ ના દેખાઈ, એણે ચાલુ ઘોડાએ નાની દિકરીના આંતરવસ્ત્રોની અંદર હાથ નાખીને એને ઈજાઓ પહોંચાડી, રડતી દિકરી ઉતરી ત્યારે પરિવારને ઘોડાવાળાએ કહ્યું કે એ તો ત્યાં ઘોડો લપસી ગયો હતો એટલે ડરી ગઈ છે, ઘરે ગયા પછી પેશાબ કરતી વખતે બળતરા થઈ, માસીને કહ્યું અને આખી વાત બહાર આવી. પોલીસમાં ફરીયાદ કરી, અમદાવાદ પોલીસે શક્ય એટલી 100ટકા સંવેદના બતાવીને કામ કર્યું, આરોપીને કલાકોમાં ઉપાડી લીધો, છોકરો 14 વર્ષનો નીકળ્યો, પણ આપણી પ્રક્રીયા એટલી અસંવેદનશીલ છે જે 5 વર્ષની દિકરીને આ આઘાતમાંથી બહાર લાવવા માટે પરિવાર પ્રયત્ન કરતો હતો એ દિકરીને 10 વાર અલગ અલગ જગ્યાએ એની સાથે શું થયું એ પ્રશ્નો કર્યા, પરિવાર એટલો થાકી ગયો કે દિવસના અંતે એમણે કહી દીધું કે પોલીસ બહુ જ સારી છે પણ આ અમારાથી સહન નહીં થઈ શકે, અમારે કશું જ આગળ નથી કરવું. મેડીકલ દરમ્યાન તો બાળકની ખતરનાક કસૌટી થાય છે, સેમ્પલ લેવાનાં નામે, પરીક્ષણના નામે એને એ સહન કરવાનું આવે છે જેની કલ્પના પણ ના થઈ શકે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીથી લઈ વસ્ત્રાપુરમાં ફરજ નીભાવતા મહિલા પીએસઆઈ અદભૂત સંવેદના સાથે કામ કરી રહ્યા હતા પણ જે સહન કરવાનું ભાગમાં આવ્યું એ અકલ્પનિય હતું. કદાચ કેમ કોઈ ફરીયાદ નથી નોંધાવતું એનો આ જવાબ હતો. 


દેવીની આરાધનામાં કહીએ છીએ કોઈ સ્થળ મા તારા વિના નથી, હવે કહુ છું અપરાધ વગરનું સ્થળ નથી


હવે વાત આવે છે કે આવું શું કામ થાય છે અને ક્યાં ક્યાં થાય છે! જવાબ એ છે કે અઢળક કારણ અને પરિસ્થિતિ છે અને ક્યાં નથી થતું એ વળતો પ્રશ્ન છે, જો આખો ઘટનાક્રમ વાંચીને તમને એવો પ્રશ્ન થાય કે બાળકને એકલું કેમ મુક્યું તો જવાબ એ આપજો કે શું તમે ક્યારેય ક્યાંય પણ તમારા બાળકને પાંચ મિનિટ માટે પણ એકલું નથી મુક્યું? જો દિકરીને એકલી મુકી જ ના શકાય, એનાં માટે સુરક્ષીત વાતાવરણ પેદા જ ના કરી શકાય તો એને જન્મ જ શું કામ આપવાનો? પોતાના ઘરમાં, પાડોશીથી, શિક્ષકથી, કેબ વાળાથી, ઘોડા વાળાથી, રસ્તા પર જતા માણસથી કોઈનાંથી જો દિકરી સેફ નથી તો ક્યાં જશે એ? શું એના જીવવાનો એક માત્ર ધ્યેય કોઈના શારીરીક ઉપભોગનું સાધન માત્ર બનવાનો છે? જો તમારો જવાબ ના છે, તમને પણ એનાં અસ્તિત્વની દરકાર છે તો ચાલોને સાથે મળીને સમાજને દિકરી સુરક્ષાથી ડર્યા વગર, સંકોચ વગર શ્વાસ લઈ શકે એવો બનાવીએ!

ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન કે વિદેશમાં તો આ બધું ચાલે જ છે ને ત્યાં ક્યાં કંઈ થાય છે જેવા બહાના કાઢવા કરતા સોફ્ટ પોર્ન પીરસાય છે એને રોકવાનો પ્રયત્ન કરીએ, નગ્નતા પીરસતા કન્ટેન્ટ માત્રને નહીં નગ્ન વિચારોને ડામીએ. દિકરી અમુક વર્ષની થાય એટલે તરત જ એને સુરક્ષા કવચ આપીને એની સાથે વાતચીત શરૂ કરી દેતા આપણે કેટલા દિકરાઓ સાથે એ દસ વર્ષનો થાય એટલે એનાં શરીરમાં આવનાર સંભવિત બદલાવોની વાત કરીએ છીએ? કેટલા દિકરાઓ સાથે એ સંવાદ થાય છે કે એને આવતા શારીરીક અને માનસીક આવેગોને એ કેવી રીતે નિયંત્રીત કરશે? પોતાની જ ઈન્દ્રીયોનો એ શિકાર ના બની જાય એના માટે કોણ એની સાથે વાત કરે છે, કોણ છોકરાને શીખવે છે કે છોકરો હોય તો નાગો ફરે એ ય ચાલે એ માનસીકતા ખોટી છે, કોણ એને શીખવશે કે સભ્યતાથી વર્તન કરવું અને સંસ્કારી રહેવું એ માત્ર છોકરીની ફરજ નથી. આપણે કોઈની આગળ કન્ફેસ નથી કરવાનું બસ ખાલી તમને તમારા પિતાપણાનાં સમ.... સાચુ કહેજો કે તમે કેવા બાપ બની શક્યા છો? આમાંથી કોઈ જ સંવાદ તમે તમારા દિકરા સાથે કર્યો છે?


દિકરો મોટો થાય એટલે ઓપરેશનનો ડાઘ બતાવજો અને કહેજો પેટ ચીરીને તને પેદા કર્યો છે, સ્ત્રીનું સન્માન કરજે!


હવે આ જ વાત માને પણ કહેવી છે, કેમ કે દિકરો વંશ વધારશે એવું માનીને મા અને દાદીને બહુ વ્હાલો હોય છે, તમે કેટલી વાર દિકરાની સરખામણીએ દિકરીન અન્યાય કર્યો છે? કેટલી છોકરીઓ છે જેમણે ભાઈઓ માટે પોતાનાં ભણતર છોડ્યા છે? તમે એમને તમારા ઓપરેશનનાં ઘા બતાવજો, એમને કહેજો કે પ્રસવની પીડા કેટલી હોઈ છે, કહેજો કે મા રક્ત વહાવીને બેટા એટલે પેદા નથી કરતી કે એ બીજા કોઈની દિકરીને પીંખી નાખે, મા આ દેશને બળાત્કારી આપવા માટે બેટો પેદા નથી કરતી. જ્યાં સુધી તમે આ સંવાદો ખુલીને જ્યારે દિકરાઓનું ઘડતર થઈ રહ્યું છે ત્યારથી નથી કરતા ત્યાં સુધી આપણે દરેક દુર્ઘટનાઓ પછી અરેરાટી સાથે વાતો, ચર્ચાઓ, ઉકેલ પર કાલ્પનિક વાતો અને આક્રોશ વ્યક્ત કરતા રહીશું, પક્ષમાં કે વિપક્ષમાં આંકડાઓ ફેરવતા રહીશું... અને પછી કોઈક દિવસ એ આફત તમારા પગમાં આવીને પડશે અને ત્યારે કમનસિબે આંસુ અને અથડામણ સિવાય કશું ભાગમાં નહીં આવે.  દરેક મા-બાપ આ શપથ લે કે આ દેશને એ દિકરો આપશે, બળાત્કારી નહીં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?