ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતા આંતરિક ડખા આપણે સાંભળ્યા છે. બંને વચ્ચે વાક યુદ્ધ ચાલતા રહે છે.. પરંતુ આ વખતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેવું લાગે છે.. ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટની એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી.. તેની મુલાકાત લીધા બાદ તેમણે સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. અનેક ખુલાસા કર્યા હતા.. ગુજરાતી મીડિયમના શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું તેવી વાત કરી હતી. ત્યારે હવે ચૈતર વસાવાના નિવેદન પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે.
ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો આ મુદ્દો
જ્યારે જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે અનેક વખત કહેતા હોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં હજી સુધી વિકાસ નથી પહોંચ્યો. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા.. અનેક શાળાઓ એવી હશે.. શિક્ષકોને લઈ ચૈતર વસાવાએ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે.. ત્યારે ગઈકાલે ચૈતર વસાવાએ એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી અને આક્ષેપ કર્યો હતો કે શાળાના રસોડામાં જે શાકભાજી આવે છે તે ૧૫ ૧૫ દિવસ સુધીનું સ્ટોર કરેલું હોય છે , અને સડી ગયેલું હોય છે . જેનાથી બાળકો બીમાર પડે છે .
જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી આ પ્રતિક્રિયા
બીજી વાત તેમણેએ કરી હતી કે આ શાળાના બાળકોને હિન્દીભાષી શિક્ષકો ભણાવે છે જેમને ગુજરાતી આવડતું જ નથી. જે બાદ ઘણા પ્રશ્નો ઉભા કર્યા. જ્યારે આ પ્રશ્ન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યો કે એકલવ્ય સ્કૂલમાં શિક્ષક નથી અને ચૈતર વસાવાના આ આક્ષેપ છે તો કુબેર ભાઈએ કહ્યું કે હિન્દી રાષ્ટ્ર ભાષા છે અને એ લોકો ગુજરાતી શીખી જશે. ગુજરાતની અનેક બેન્કમાં હિન્દી લોકો કામ કરે છે જે ગુજરાતી શીખી જાય છે. અને આગળ જતાં એકલવ્ય સ્કૂલને ઇંગ્લિશ મીડિયમમાં પણ કરવાની છે એટલે જે લોકો આક્ષેપ કરી રહ્યા છે એ પોલિટિકલ એંગલથી કરી રહ્યા છે.. બાકી એ શાળાઓમાં ગુજરાતી શિક્ષક પણ છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..