ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો જીતવાની દમખમથી તૈયારીયો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારો જાહેર કરીને કુલ 73 ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક ગઈ કાલે પુરી થઈ છે. હવે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાશે. જેમાં ઉમેદવારોની ફાઈનલ યાદી અંગે ચર્ચાઓ થશે. ત્યાર બાદ દિવાળી પછી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે.
કેટલા નામ ફાઇનલ થયા છે ??
ગુજરાતની 182 બેઠકો માટે કોંગ્રેસ પાસે 900 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. જેની ચર્ચાઑ સ્કિનિગ કમિટિમાં થઈ છે આ બેઠકમાં 65 જેટલા નામ ફાઈનલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે
કેટલાક ધારાસભ્યો રિપીટ કરવામાં આવશે !!!
જાણવા મળ્યું છે કે કેટલાક વર્તમાન ધારાસભ્યોને રિપીટ પણ કરવામાં આવશે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થવા પહેલા ઉમેદવાર જાહેર કરવાની હોડમાં હતી. પરંતુ હવે કોંગ્રેસ દરેક ડગલું ફૂંકી ફૂંકીને ભરશે. ચૂંટણી દરમિયાન કોઈ ધારાસભ્યોકે અન્ય નેતાઓની નારાજગી સામે ના આવે તે માટે સાવધાનીપૂર્વક ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં છે.