આરતીને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી વગર કોઈ પણ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. મુખ્યત્વે દરેક મંદિરમાં સવાર તેમજ સાંજના સમયે આરતી થતી હોય છે. તે સિવાય અનેક લોકો ઘરમાં પણ સવાર-સાંજ આરતી કરતાં હોય છે. અનેક લોકો આરતી લીધા બાદ આરતી ઉપર હાથ ફેરવીને ભગવાનને બતાવે છે.
કેવી રીતે કરવી જોઈએ ભગવાનની આરતી?
આરતી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભગવાનની આરતી કરતી વખતે દીવો ફેરવવાની રીત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવામાં આવે છે. ચાર વખત આરતીને સીધી દિશામાં ફેરવવી જોઈએ અને ત્યારબાદ 2 વખત ભગવાનની નાભિની આરતી કરવી જોઈએ. તે બાદ ભગવાનના મુખની આરતી 7 વખત કરવામાં આવે છે.
આરતી લીધા બાદ માથા પર ફેરવવામાં આવે છે હાથ
આરતી થયા બાદ આરતીની આજુબાજુ પાણીની બોર્ડર કરવામાં આવે છે. આ દરમિયાન 2 ભાવ જોડાયેલા છે. જેનો પહેલો ભાવ એવો છે કે દીવાની જ્વાળાએ આપણને મનમોહક સુંદર દ્રશ્ય દેખાડ્યું છે. તેને આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આરતી કરતી વખતે મૂર્તિમાં રહેલી ઉર્જા દીવેટમાં આવે છે. અને એ ઉર્જા આપણા હાથો દ્વારા આપણા શરીરમાં આવતી હોય છે.