અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને શું ઝેર આપવામાં આવ્યું છે? જાણો ખરેખર સત્ય શું છે


  • Published By :
  • Published Date : 2023-12-18 17:05:47

વર્ષ 1993ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ આજે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ડોન દાઉદને કોઈ ઝેર આપ્યું હોવાના સમાચાર આવતા ભારત અને પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. હાલ પાકિસ્તાનના કરાચીમાં આવેલી એક હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની સ્થિતી ગંભીર છે અને હાલ તે આઈસીયુમાં છે. જો કે કેટલાક વિશ્વસનિય સુત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે કે આ સમાચાર ફેક છે. ઉલ્લેખનિય છે કે 65 વર્ષનો ફરાર અપરાધી દાઉદ ઈબ્રાહિમ દુનિયાભરની સુરક્ષા એજન્સીઓથી બચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી તે કરાચીમાં રહે છે.


છોટા શકિલે સમાચારોને ગણાવ્યા બકવાસ


દાઉદના ખાસ વિશ્વાસુ સાથી છોટા શકીલે સોશલ મીડિયામાં ચાલી રહેલા વિવિધ દાવાઓને ફગાવી દીધા છે. તેણે આ બધા સમાચારોને બકવાસ કહ્યા છે. તેણે કહ્યું  કે દાઉદના જન્મ દિવસ પર અવારનવાર આ પ્રકારના સમાચારો આવતા રહે છે, જો કે તે સંપુર્ણ સ્વસ્થ્ય છે. છોટા શકીલનો જવાબ આવતા જ આ અફવા પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ પણ આ સમાચારોને ફગાવી દીધા છે.   


ખરેખર સત્ય શું છે?


અંડર વર્લ્ડની પ્રવૃતિઓ પર બાજ નજર રાખતા ભારતના એક સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે મીડિયામા ચાલી રહેલા આ તમામ સમાચારો ફેક છે. દાઉદને ઝેર પણ આપવામાં આવ્યું નથી કે તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો નથી. મુંબઈ પોલીસના અધિકારીઓએ પણ આ  સમાચારની પુષ્ટી કરી નથી. ગત પખવાડિયે 26/11ના ષડયંત્રકાર સાજિદ મીરને પાકિસ્તાનમા ઝેર આપવામાં આવ્યું ત્યારે મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓએ વાતચીતમાં આશંકા વ્યક્ત કરી હતી કે જો પાકિસ્તાન તેના જ નાગરિકની ઝેર આપીને હત્યાનો પ્રયાસ કરી શકે છે તો તે પાકિસ્તાનમાં જ છુપાયેલા દાઉદને પણ ઝેર આપી શકે છે. જો પાકિસ્તાનને એવું લાગે કે દાઉદના કારણે તેની પોલ ખુલી જશે તો તે દાઉદની પણ હત્યા કરાવી શકે છે. 


કોણ છે દાઉદ ઈબ્રાહીમ?


26/11, 2008ના હુમલાના ઘણા વર્ષો પહેલા, માર્ચ 1993માં મુંબઈમાં એક ડઝનથી વધુ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં દાઉદ અને તેના લોકોનું કાવતરું બહાર આવ્યું હતું. વર્ષ 1993ના બોમ્બ વિસ્ફોટમાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વમાં આરડીએક્સના ઉપયોગનો આ કદાચ પ્રથમ કેસ હતો. તે પછી, જ્યારે અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેનું નામ સામે આવ્યું તો ઘણા વર્ષો પછી સંયુક્ત રાષ્ટ્રએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. સાજિદ મીરની જેમ તેના પર પણ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે NIAએ દિલ્હીમાં ટેરર ​​ફંડિંગ કેસમાં જેમની સામે FIR દાખલ કરી છે તેમાં દાઉદનું નામ પ્રથમ સ્થાને છે. તેની સામે એકલા મુંબઈમાં 100 થી વધુ કેસ નોંધાયેલા છે. મુંબઈ પોલીસ અને સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓએ કોર્ટના આદેશો સાથે તેની ઘણી મિલકતો જપ્ત કરી છે અને તેમાંથી ઘણી હરાજી પણ કરી છે. તેનો ભાઈ ઈકબાલ કાસકર થાણે જેલમાં બંધ છે. ઈકબાલના પુત્ર અને દાઉદના ભત્રીજા રિઝવાન કાસકરની પણ મુંબઈ પોલીસે ચાર વર્ષ પહેલા MCOCA હેઠળ ધરપકડ કરી હતી જ્યારે તે દુબઈની ફ્લાઈટ પકડવા જતો હતો તે વખતે મુંબઈ પોલીસે તેને ઝડપી લીધો હતો. તેના બે નજીકના સંબંધીઓ સલીમ ફ્રૂટ અને આરીફ ભાઈજાન પણ આ દિવસોમાં NIA અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે સંબંધિત અલગ-અલગ કેસમાં જેલમાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?