અરવિંદ કેજરીવાલે શું આપી નવી ગેરંટી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 13:21:06

અરવિંદ કેજરીવાલે શું આપી નવી ગેરંટી ?  

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૩ દિવસના ગુજરાત પ્રવાસે છે . આજે કેજરીવાલ ગુજરાતને એક નવી ગેરંટી આપવા જઈ રહ્યા છે. તો હવે બધાના મનમાં એક સવાલ થઈ રહ્યોં છે કે હવે કેજરીવાલ કઈ નવી ગેરંટી આપશે. અને હવે કયું ગેરંટી કાર્ડ ફેકશે? ત્યારે આજે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારને લઈ ને કઈ નવી ગેરંટી આપી છે . તેમણે જાહેર કર્યું આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભય મુક્તે શાસન આપીશું ગુજરાતને

5 નવા વાયદા 

1. અમારો મુખ્યમંત્રી, કોઈપણ મંત્રી, કોઈપણ MLA, સાંસદ કે અધિકારી કોઈને ભ્રષ્ટાચાર નહીં કરવા દઈએ. જે કોઈ ભ્રષ્ટાચાર કરશે તો સીધા જેલમાં જશે.

2. સરકારી ઓફિસમાં દરેક વ્યક્તિનું કામ લાંચ આપ્યા વિના થશે. કોઈપણ વિભાગમાં કોઈ લાંચ આપવાની જરૂર નથી. તમારે સરકારી કચેરીમાં જવાની પણ જરૂર નથી. તમારે કોઈ કામ કરાવવું હોય તો સરકારી કર્મચારી તમારા ઘરે આવીને કામ કરી આપે તેવી વ્યવસ્થા ગોઠવીશું.

3. જેટલા નેતા-મંત્રીઓના કાળા ધંધા ચાલી રહ્યા છે બધા બંધ કરી દેવામાં આવશે.

4. પેપર ફૂટવાનો સીલસીલો બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા તેના બધા કેસ બંધ કરી દીધા આ તમામને ફરી ખોલીશું અને બધાને પકડી પકડીને જેલમાં નાખીશું.

5. હું જેટલીવાર ગુજરાત આવું છું, એટલીવાર લોકો કહે છે મોટું કૌભાંડ થઈ ગયું. જેટલા પણ મોટા-મોટા કૌભાંડ થયા છે તેની તપાસ કરીશું અને એક-એક પૈસાને રિકવર કરવામાં આવશે. 


અરવિંદ કેજરીવાલનો ૩ દિવસ નો કાર્યક્રમ 

ગઇકાલે અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો , પછી  પછી વેપારીઓ અને સાંજે વકીલો સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ચર્ચા કરી હતી. આ બાદ સાંજે તેઓ રીક્ષા ચાલકના આમંત્રણ પર તેના ઘરે જમવા પણ પહોંચ્યા હતા. જે દરમિયાન પોલીસે સાથે પણ તેમની થોડી રકજક થઈ હતી. આજ ના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ aapના નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને લોકો આપમાં જોડાશે. આ બાદ સાંજે તેઓ સફાઈ કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો સાંભળી શકે છે અને ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ દિલ્હી જવા માટે રવાના થશે. 

પેહલા આપેલી ગેરંટીઓ 

ગુજરાતમાં જેમ જેમ ચુંટણી નજીક આવે છે. તેમ તેમ દિલ્હીથી મોટા નેતાઓના પ્રવાસ પણ વધતાં ગયા છે. કેજરીવાલ અગાઉ જનતાને ફ્રી વીજળી, રોજગારી, ફ્રી શિક્ષણ અને સારવારની સુવિધા સહિતની અનેક ગેરંટી આપી ચૂક્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?